તોફાનથી બચવાની તૈયારીઓના રૂપે અમેરિકાના રાજ્યો સાઉથ કેરોલિના, જ્યોર્જિયા અને ફ્લોરિડાના તટીય વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. અને ત્યાંના 20 લાખથી વધુ રહીશોને ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે ભોજન, પાણી અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
5/9
તેમનું કહેવું છે કે જો આ તોફાન પૂર ઝડપે ન આવ્યુ તો પણ પવન આવવાને કારણે અને તોફાન વધે તેવી શક્યતા છે. જે વિનાશકારી હોય શકે છે. ઓબામાએ કહ્યુ કે મારુ અનુમાન છે કે ગુરૂવારે સવાર સુધીમાં ફ્લોરિડામાં મેથ્યુનો પ્રભાવ દેખાશે.
6/9
અમેરિકા તરફ આગળ વધતા મેથ્યુ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ચેતાવણી આપી છે કે હરિકેન મેથ્યુના કારણે દેશમાં ભારે તબાહી સર્જાઈ શકે છે.
7/9
વોશિંગટન: કેરેબિયન દેશ હૈતીમાં તબાહી સર્જનારા હરિકેન હવે અમેરિકા તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને કારણે હૈતીમાં 300થી વધુના મોત થયા હોવાના એજંસીના અહેવાલ છે. છેલ્લા દસ વર્ષનું હૈતીમાં આવેલું આ સૌથી વિનાશક તોફાન છે.
8/9
આ તોફાનની સ્પિડને જોતા અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ઈમરજંસી ઘોષિત કરવામાં આવી છે.
9/9
અમેરિકાન દક્ષિણ તટીય વિસ્તારોમાં છેલ્લા 10 વર્ષથી મોટા તોફાન સામે ઝીંક ઝીલવા માટે તૈયાર થઈ રહ્યું છે. ઓબામાએ ફેડરલ ઈમરજંસી મેનેજમેંટના હેડ ક્વાર્ટરની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે આ ભયાનક તોફાન છે.