રવિવારે રાત્રે જ 8.20 કલાકે બ્રૂક સ્ટેશન પાસેથી વેનેસાનો મૃતદેહ મળી આવ્યો હતો. વેનેસાનું મોઢું, હાથ અને પગ સંપૂર્ણ રીતે દાઝી ગયા હતા. જોકે, અધિકારીઓએ કન્ફર્મ નથી કર્યું કે વેનેસાનું મોત કેવી રીતે થયું. હાલમાં અધિકારીઓ વેનેસાના ઓટોપ્સી રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે. (તસવીર: વેનેસા (ડાબે), માતા સાથે)
2/5
અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં પ્રિન્સટન શહેરમાં એક યુવતીની ડેડબોડી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મૃતક યુવતીનું નામ વેનેસા મર્કોટ છે અને તે ગૂગલના હેલ્થકેર વિભાગમાં એકાઉન્ટ મેનેજર હતી. અધિકારીઓનું કહેવું છે કે વેનેસાનો પહેલા રેપ કરવામાં આવ્યો અને પછી તેને જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
3/5
27 વર્ષની વેનેસાની ડેડબોડી તેની મમ્મીના ઘરથી અડધો માઇલ દૂર જંગલમાંથી મળી હતી. ન્યૂયોર્કમાં રહેતી અને ગૂગલની એકાઉન્ટ મેનેજર વેનેસા શનિ-રવિ પરિવાર સાથે રહેવા મેસેચ્યુસેટ્સ ગઇ હતી. રિપોર્ટ પ્રમાણે રવિવારે (7 ઓગસ્ટ) બપોરે 1 વાગે વેનેસા જોગિંગ કરવા ગઇ, પરંતુ 4 વાગ્યા સુધી તે પાછી ન આવતા તેના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
4/5
ગૂગલમાં કામ કરતા લોકોએ વેનેસાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે વેનેસા ટીમની ખૂબ સારી સભ્ય હતી. વેનેસા તેની સ્માઈલ, વર્ક સ્ટાઇલ અને પેશનને કારણે બધાની પ્રિય હતી. વેનેસાએ બોસ્ટન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને ન્યૂયોર્ક સ્થિત ગૂગલની ઓફિસમાં બે વર્ષથી કામ કરતી હતી.