ક્રિસમસની પૂર્વ સંધ્યાએ વ્હાઈટ હાઉસમાં એકલા રહી ગયા અને હવે કંટાળી ગયેલા રાષ્ટ્રપતિએ આખો દિવસ તેમની નિંદા કરતા લોકો સામે પ્રહાર કરીને પસાર કર્યો હતો. સરકારી વિભાગોમાં ગતિવિધિઓ આંશિક રીતે ઠપ થયે ત્રણ દિવસ પસાર થઈ ગયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા- મેક્સિકો સીમા પર દિવાલ નિર્માણ માટે ફાઈનાન્સની માંગણી કરી રહેલા ડેમોક્રેટ્સથી વિવાદ પછી શટડાઉનની સ્થિતિ ઉભી થઈ છે.
2/5
વોશિંગ્ટન: અમેરિકામાં ચાલી રહેલા શટડાઉન પછી ડેમોક્રેટ્સ અને રિપબ્લિકનમાં આરપારની લડાઇ ચાલી રહી છે. ટ્રમ્પે સોમવારે ફ્લોરિડા યાત્રા રદ્દ કરી દીધી હતી. જે બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ વ્હાઈટ હાઉસમાં એકલા પડી ગયા છે અને આંશિક રીતે ઠપ પડેલા સરકારી કામકાજને શરૂ કરવા માટે ડેમોક્રેટ્સ વાતચીત કરવા આવે તેવી રાહ જોતા રહ્યા.
3/5
એક પછી એક ટ્વિટ કરીને ટ્રમ્પે લખ્યું કે તે ખૂબ મહેનત કરી રહ્યા છે. જ્યારે વિપક્ષી ડેમોક્રેટિક સાંસદ તેમના ઘરે ક્રિસમસ મનાવી રહ્યા છે. ટ્રમ્પે સોમવારે ટ્વિટ કર્યું, હું વ્હાઈટ હાઉસમાં એકલો પડી ગયો છું. ડેમોક્રેટ્સના પરત આવવાની અને તુરંત જ જરૂરિયાત વાળી સીમા સુરક્ષા પર સમજૂતી કરાર કરવાની રાહ જોઈ રહ્યો છું.
4/5
ટ્રમ્પે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
5/5
અમેરિકન કોંગ્રેસના ડેમોક્રેટ્સ સભ્યોનો આરોપ છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેડ રિઝર્વ સાથેની તેમની લડાઈ અને સરકારના કામકાજ આંશિક રીતે ઠપ થવાનું કારણ બનીને દેશને અરાજકતા તરફ ધકેલી રહ્યા છે.