કેરાલાના ચેન્ગન્નૂરની કૉલેજ ઓફ એન્જિનીયરીંગની એક ફેસબુક પૉસ્ટમાં કહેવામાં આવ્યુ કે બન્ને તેના એલૂમની હતા અને તેમને બન્નેની દૂર્ઘટનાવશ મોત પર શોક દર્શાવ્યો છે. કૉલેજે કહ્યું અમે આ પ્રેમાળ કપલના મિત્રો અને પરિવારના સભ્યોના પ્રતિ સંવેદનાઓ દર્શાવીએ છીએ. ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે.
3/5
રિપોર્ટ્સ અનુસાર, પાર્કના પ્રવક્તા જેમી રિચર્ડ્સના હવાલાથી એવું કહેવામાં આવ્યુ કે, ‘‘અમને હજુ સુધી નથી ખબર કે તે કઇ રીતે નીચે પડ્યા, અમે એ જાણવાની કોશિશ કરી રહ્યાં છીએ કે શું થયું હતું. આ ઘટના બહુજ દુઃખદ છે.’’રિપોર્ટ્સમાં એવું કહેવાયુ કે બન્ન 2014થી મેરિડ હતા અને બન્ને સૉફ્ટવેર એન્જિનીયર હતા. વિશ્વનાથના ફેસબુક પેજ પર બન્નેની ગ્રાન્ડ કેન્યનની એક પહાડ પર હસતી તસવીર છે.
4/5
રિપોર્ટ્સ અનુસાર, દંપતિ તાજેતરમાંજ ન્યૂયોર્કથી અહીં રહેવા આવ્યા હતા, વિશ્વનાથને સિસ્કોમાં સિસ્ટમ એન્જિનીયરની નોકરી મળી હતી. તે ‘‘હૉલીડે એન્ડ હેપ્પીલી એવર આફ્ટર્સ’’ના બ્લૉગમાં દુનિયા ભરની પોતાની યાત્રા અને અનુભવોની કૉલમ લખતા હતા. રેન્જર્સ ફેમસ પર્યટન સ્થળ ટાફ્ટ પૉઇન્ટની નીચે દુર્ગમ વિસ્તારમાંથી તેના મૃતદેહો મળી આવ્યા. ટાફ્ટ પૉઇન્ટ પરથી યોસેમિટી ઘાટીના મનોરમ દ્રશ્ય જોવા મળે છે.
5/5
ન્યૂયોર્કઃ કેલિફોર્નિયાના યોસેમિટી નેશનલ પાર્કમાં દુર્ગમ વિસ્તાર સાથે જોડાયેલા એક વિસ્તારમાં આ વીકે 800 ફૂટની ઉંચાઇ પરથી નીચે પડવાથી એક ભારતીય દંપતિનું મોત થઇ ગયુ. સાન ફ્રાન્સિસ્કો ક્રૉનિકલના રિપોર્ટ્સ અનુસાર, વિષ્ણુ વિશ્વનાથ (29) અને મિનાક્ષી મૂર્તિ (30)ની યોસેમિટી નેશનલ પાર્કમાં ટાફ્ટ પૉઇન્ટ પરથી પડીને મોત થઇ ગઇ. તેની ઓળખ અમેરિકામાં રહે રહેલા ભારતીય દંપતિ તરીકે થઇ હતી.