શોધખોળ કરો
પાક. ના નવા વડાપ્રધાન બનવા જઈ રહેલા ઇમરાન ખાનને PM મોદીએ ગિફ્ટમાં મોકલાવી બેટ
1/4

જો કે પાકિસ્તાનમાં ચૂંટણી દરમિયાન ઇમરાન ખાન સતત ભારત અને ખાસ કરીને વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા નજર આવ્યા હતા. ભારતમાં રાજનીતિક વિશ્લેષકોનું માનવું છે કે ઇમરાન ખાનના શાસનકાળમાં પણ સંબંધો સુધરવાની આશા ઓછી છે. જેનું મોટું કારણ છે કે ઇમરાન ખાન અને પાકિસ્તાનની સેના વચ્ચે નજીકના સંબંધો.
2/4

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સામાન્ય ચૂંટણી બાદ ઇમરાન ખાનને પીએમ મોદીએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ તેમને અભિનંદન આપતા લોકતંત્રની મજબુતીને લઈને આશા વ્યક્ત કરી હતી. સાથે તેઓએ શાંતિ અને વિકાસની આશા પણ વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે પૂર્વવર્તી પીએમએલ(એન)ની સરકાર દરમિયાન ભારત અને પાકિસ્તાના સંબંધો ખૂબજ ખરાબ રહ્યા હતા. હવે આગામી નવી સરકાર પાસેથી આશા જાગી છે.
Published at : 10 Aug 2018 09:15 PM (IST)
View More





















