દુલ્હન માટે અહીં બજાર ભરવાનું કારણ છે કે લોકોની આર્થિક સ્થિતી ખરાબ છે. તેઓ એટલા સક્ષમ હોતા નથી કે તે પોતાની દીકરીના લગ્ન કરાવી શકે. એટલા માટે તેઓ અહીં પોતાની દીકરીને લઈ આવે છે જ્યાં લગ્ન ઈચ્છુક વ્યક્તિ તેને પસંદ કરી તેની સાથે લગ્ન કરી લે છે. આ મેળામાં યુવતીઓ દુલ્હનની જેમ તૈયાર થઈને જ આવે છે.
2/3
સ્ટારા જાગોર નામની જગ્યાએ આ માર્કેટ ભરાય છે જ્યાં દરેક ઉંમરની દુલ્હન મળે છે. અહીં લોકો આવે છે અને હજારો દુલ્હનમાંથી પોતાની મનપસંદ દુલ્હન ખરીદે છે. આ જગ્યાએ દર ત્રણ વર્ષે એકવાર દુલ્હન માટે બજાર ભરાય છે. જે લોકોને લગ્ન માટે દુલ્હનની તલાશ હોય છે તે દર ત્રણ વર્ષે અહીં આવે છે અને દુલ્હન પસંદ કરી અને લગ્ન કરી શકે છે.
3/3
બલ્ગારીયાઃ વિશ્વમાં પણ અજીબોગરીબ કિસ્સા સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દુલ્હોનું માર્કેટ ભરાય છે. અહીં દુલ્હન તરીકે આવેલ યુવતીઓની બોલી લગાવવામાં આવે છે. આ વાત જાણીને તમો ચોંકી જશો, પરંતુ આ સત્ય છે. જણાવીએ કે, યુવતીઓનો આ મેળો યૂરોપના બલ્ગારીયામાં લાગે છે. ખાસ વાત એ છે કે અહીં મોટી ઉંમરના લોકો માટે પણ દુલ્હન ખરીદી શકાય છે.