નવી દિલ્હીઃ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે કોગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ પહોંચ્યા છે. સિદ્ધુના શપથગ્રહણ સમારોહમાં જવા પર બીજેપી ટીકા કરી રહી છે ત્યારે સિદ્ધુએ પાકિસ્તાનના આર્મી ચીફને સમારોહમાં ગળે લગાડતા વધુ વિવાદ થયો છે. સિદ્ધુને આ રીતે પાકિસ્તાની સૈન્ય વડાને ગળે લગાડવાનું કોગ્રેસના પ્રવક્તાને પણ પસંદ આવ્યું નહોતું.
2/3
એટલું જ નહી તેઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપતિ મસૂદ ખાન સાથે જોવા મળ્યા જેનાથી પણ વધુ વિવાદ પેદા થાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે કોગ્રેસના પૂર્વ નેતા મણિશંકર ઐય્યર પણ પાકિસ્તાન જવા પર અનેકવાર બીજેપીએ કોગ્રેસની ટીકા કરી હતી. એવામાં સિદ્ધુનું પાકિસ્તાન જવું કોગ્રેસ માટે મુસીબત બની શકે છે.
3/3
કોગ્રેસ પ્રવક્તા રાશિદ અલ્વીએ એક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જો તે મારી પાસે સલાહ લેતા તો હું તેમને પાકિસ્તાન જવાની ના પાડી હોત. તેઓ મિત્રતાના કારણે ગયા છે પરંતુ મિત્રતા દેશ કરતા મોટી હોતી નથી. સરહદ પર આપણા જવાનો મરી રહ્યા છે અને એવામાં પાકિસ્તાન સૈન્ય ચીફને સિદ્ધુએ ગળે લગાડતા ખોટો સંદેશ આપે છે. ભારત સરકારે તેમને પાકિસ્તાન જવાની મંજૂરી આપવી જોઇતી નહોતી. સિદ્ધુ ભારત સરકારની સહમતિ સાથે પાકિસ્તાન ગયા છે.