નેપાળના લોકોનું માનીએ તો વ્યક્તિ અને કૂતરાની વચ્ચે પ્રેમનું વર્ણન મહાભારતમાં પણ છે. ઇન્દ્રએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે, તે પોતાના કૂતરાને સાથે લઈને સ્વર્ગ ન જઈ શકે પરંતુ પોતાના કુકુર પ્રત્યે પ્રેમને કારણે યુધિષ્ઠિરે આમ કરવાની ના પાડી દીધી હતી.
2/8
આ દિવસે કૂતરાને ટીકો કરવામાં આવે છે અને કહેવાય છે કે, કૂતરા ભૈરવના દૂત હોય છે. અહીંના લોકોનું માનવું છે કે, કૂતરાની પૂજાથી ભૈરવ ખુશ થાય છે.
3/8
સામાન્ય લોકોની સાથે સાથે સેનાના જવાન પણ નેપાળમાં કુકુર તિહારના અવસર પર ઉત્સાહ સાથે કૂતરાઓની પૂજા કરે છે.
4/8
હિન્દૂ પરંપરામાં કહેવાય છે કે, કૂતરા યમના દૂત છે અને મૃતકોના ન્યાયાધીશ છે, નેપાળમાં કુકુર તિહારને લઈને અનેક માન્યતાઓ છે.
5/8
કુકુર તિહારના દિવસે કૂતરાને સજાવવામાં આવે છે, ફૂલોની માળા પહેરાવવામાં આવે છે અને બાદમાં તેમને તેમનું મનપસંદ ભોજન ખવડાવવામાં આવે છે.
6/8
નેપાળમાં દિવાળીનો પર્વ 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. નાની દિવાળીના દિવસે નેપાળમાં કુકુર તિહાર ઉજવવામાં આવે છે. જેમાં કૂતરાની પૂજા કરવામાં આવે છે.
7/8
નેપાળ અને ભારતના ઘણાં ભાગમાં દિવાળને તિહાર કરે છે અને નેપાળમાં કુકુર તિહારના નામથી મનાવવામાં આવતા આ તહેવારમાં કૂતરાની પૂજા કરવામાં આવે છે.
8/8
નવી દિલ્હીઃ દિવાળીનો તહેવાર ભારત સહિત વિશ્વભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ અવસર પર લોકો સુખ-સંપદા માટે માં લક્ષ્મીની આરાધના કરે છે. પરંતુ આપણા પાડોશી દેશમાં દિવાળીના અવસર પર કૂતરાની પૂજા કરવામાં આવે છે, આ પૂજાને કુકુર તિહારના નામથી ઓળખવામાં આવે છે.