શોધખોળ કરો
PNB સાથે UKમાં 271 કરોડ રૂપિયાની છેતરપિંડી, વસૂલાત માટે કર્યો કેસ
1/4

પીએનબીએ કહ્યું કે, 2011થી 2014 દરમિયાન આ રકમની ચુકવણી ડોલર્સમાં અમેરિકાની રજિસ્ટર્ડ કંપનીઓને કરવામાં આવી હતી. આ ચારેય કંપનીઓ અક્ષય ઊર્જા ક્ષેત્રમાં કામ કરે છે. જેમના નામ સાઉથ ઈસ્ટર્ન પેટ્રોલિયમ એલએલસી, પેપ્સો બીમ યુએસએ, ત્રિશે વિન્ડ અને ત્રિશે રિસોર્સ છે.
2/4

નવી દિલ્હીઃ નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યા બાદ બેંક સાથે આવી વધુ એક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પંજાબ નેશનલ બેંકની યુકેની સહાયક કંપનીએ પાંચ ભારતીય, એક અમેરિકન અને ત્રણ અન્ય કંપનીઓ પર કેસ કર્યો છે. આ લોકોએ બેંકને ગેરમાર્ગે દોરીને કરોડો રૂપિયાની લોન લીધી હોવાનો બેંકનો દાવો છે. આ લોકોની બેંક પર કુલ લેણદારી આશરે 271 કરોડ રૂપિયા (3.7 કરોડ યુએસ ડોલર) છે. જેને પરત મેળવવા બેંકે કોર્ટ કેસ કર્યો છે.
Published at : 10 Nov 2018 10:18 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















