નવી દિલ્હીઃ 23 વર્ષની એલેક્ઝાન્ડ્રાને કોલેજમાં બેન્ચ પર બેસવામાં તકલીફ પડતા તેણે નિર્ધાર કર્યો તે સ્લિમ ટ્રિન બનીને બતાવશે. 15 વર્ષની ઉંમર સુધીમાં એલેક્ઝાન્ડ્રાનું વજન 101 કિલો થઈ ગયું હતું જે કોલેજમાં પહોંચી ત્યાં સુધીમાં 163 કિલો થયું છતાં તેણે હિંમત ન હારી અને અન્ય વિદ્યાર્થીઓની જેમ કોલેજ જવા લાગો.
2/3
જોકે ભારતે વજનને કારણે કોલેજમાં બેન્ચ પર બેસવામાં તકલીફ પડવા લાગી અને કોઈ તેની સામુ જોતું પણ હતું. તેથી તેણે નિર્ધાર કર્યો કે સ્લિમ અને ટ્રિમ બનશે. તેણે કોઈપણ સર્જરી કર્યા વિના માત્ર હેલ્ધી લાઈફસ્ટાઈ અને સખત એક્સરસાઈઝ દ્વારા માત્ર 3 વર્ષમાં 104 કિલો વજન ઉતાર્યું છે. હાલમાં તેનું વજન 59 કિલો છે અને પહેલા જેમણે તેને જોઈ હતી તે લોકો હવે તેને ઓળખી પણ શકતા નથી. તે પોતાનામાં આવેલા આ પરિવર્તનથી ખૂબ જ ખુશ છે અને હવે તે ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર બનવા ઈચ્છે છે. તે હજુ પણ વજન ઘટાડવા માગે છે અને રોજ 5 માઈલ દોડે છે અને 2 કલાક વર્કઆઉટ કરે છે.
3/3
નોંધનીય છે કે, એલેક્ઝાન્ડ્રાનું વજન 4 વર્ષની ઉંમર સુધી બરાબર હતું પણ બાદમાં તેનું વજન વધવા માંડ્યું. તેના પરિવારમાં બધા ઓવરવેઇટ હોવાના કારણે તેની ખાવા-પીવાની આદતો સામાન્ય જ હતી. તેણે જણાવ્યું કે, મને ક્યારેય કોઈ વસ્તુ માટે કોઈ ના કહેતું ન હતું. હું અને મારી મમ્મી એક જ બેઠકે આખી કેક ખાઇ જતા. મારું વજન 101 કિલો થઇ ગયું ત્યારે પણ હું મારા દેખાવ અંગે ગભરાઇ નહોતી. હું કોન્ફિડન્સ સાથે ટ્રાન્સપેરન્ટ ટોપ અને ટાઇટ જીન્સ પણ પહેરતી.