અલ્પેશ પ્રજાપતિના ભત્રીજા સન્ની પટેલે મીડિયાને જણાવ્યું કે, આજે સવારે મને મારી મમ્મીએ જણાવ્યું કે, મારાં અંકલને કોઇએ ગોળી મારી દીધી હતી છે તો મને આઘાત લાગ્યો હતો. તેઓ સાત વર્ષ પહેલાં અમેરિકા આવ્યા હતા. સન્ની પટેલ અને તેમનો પરિવાર આ ઘટના કોઇએ અદાવતમાં રાખીને કરી છે કે, લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે તેની અવઢવમાં છે.
2/6
3/6
સન્ની પટેલે કહ્યું કે, તેઓ આગામી દિવસોમાં પરિવારને મળવા માટે મહેસાણા પણ જવાના હતા. કારણ કે, સાત વર્ષથી તેઓએ તેમના પરિવારને જોયો નહતો. તેના અંકલ તેમની સાથે જ રહેતા હતા, હવે તેમના મોત બાદ આ સ્ટોર પહેલા જેવો નહીં રહે! કૈયલમાં રહેતા તેમના પરિવારને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.
4/6
પોલીસના જણાવ્યા અનુસાર, બે આરોપીઓએ સ્ટોરમાં ઘૂસીને અલ્પેશ કુમાર પ્રજાપતિ ઉપર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઘટનાની જાણ બાદ તેમનો પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. બિબ કાઉન્ટી પોલીસના અધિકારીએ જણાવ્યું કે, બે આરોપીઓ માસ્ક પહેરીને લૂંટના ઇરાદે સ્ટોરમાં ઘૂસ્યા હતા. ઘટના અંગેની પ્રેસ રિલિઝ અનુસાર, સ્ટોરમાં આવેલા એક કસ્ટમરે અલ્પેશ કુમાર પ્રજાપતિને સ્ટોરમાં ઘાયલ હાલત જોયા હતા અને તેણે 911ને કોલ કર્યો હતો.
5/6
જ્યોર્જિયાઃ અમેરિકામાં ગુજરાતીઓ અને ભારતીયોની હત્યા અટકવાનું નામ જ લઈ રહી નથી. જ્યોર્જિયાના મકેલ શહેરમાં બુધવારે સવારે ગુજરાતના મહેસાણાના કૈયલ ગામના યુવક પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. મૃતક યુવક સાત વર્ષ પહેલા જ અમેરિકા ગયો હતો અને થોડા દિવસોમાં જ માતા-પિતાને મળવા વતનમાં આવવાનો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
6/6
જ્યોર્જિયા સ્ટેટના મેકલ શહેરમાં મેડિકલ સેન્ટરમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય અલ્પેશ કુમાર પ્રજાપતિની બે અજાણ્યા વ્યક્તિઓએ હત્યા કરી હતી. બિબ કાઉન્ટીમાં આવેલા મેડિકલ સેન્ટરમાં આવેલા સ્ટોરમાં બુધવારે સવારે 9 વાગ્યે આ ઘટના બની હતી.