સેલ્સફોર્સ ક્લાઉન્ડ કમ્પ્યૂટિંગની દિગ્ગજ કંપની છે. પીપલ અને બેટર હોમ્સ એન્ડ ગાર્ડન્સ જેવા મેગેઝિનનું પ્રકાશન કરતી મેરેડિથે આઠ મહિના પહેલા ટાઇમ ઇંકના ચાર મેગેઝિનને માર્ચમાં વેચવાની રજૂઆત કરી હતી. ટાઈમ બાદ હવે બચેલા ત્રણ મેગેઝિન ફોર્ચ્યુન, મની અને સ્પોર્ટ્સ ઇલેસ્ટ્રેટેડના વેચાણ અંગે પણ વાતચીત ચાલી રહી છે.
2/5
બેનૉફ ક્લાઉડ કમ્યૂટિંગની કંપની સેલ્સફોર્સના કો ફાઉન્ડર છે. મેરેડિથની જાહેરાતમાં કહેવામાં આવ્યું કે બેનૉફ દંપત્તિ ટાઇમ મેગેઝિનના દૈનિક કામકાજ અને પત્રકારત્વ સાથે સંકળાયેલા કામો અને ફેંસલામાં સામેલ નહીં થાય. આ ફેંસલો ટાઇમ મેગેઝિનના વર્તમાન એક્ઝિક્યુટિવ જ કરશે.
3/5
ટાઈમ મેગેઝિન યેલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ હેનરી લૂસ અને બ્રિટોન હેડને શરૂ કર્યું હતું. તેનો પ્રથમ અંક માર્ચ 1929માં પ્રકાશિત થયો હતો. ટાઇમ મેગેઝિને ભારતના વડાપ્રધાન મોદીને પણ કવર પેજ પર સ્થાન આપ્યું હતું.
4/5
મેરેડિથના પ્રેસિડેન્ટ અને સીઈઓ ટોમ હાર્ટીએ કહ્યું, અમે ટાઇમ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ માર્ક અને લાઇની બેનૉફ જેવા ખરીદદારો પાસેથી મેળવીને ખુશ છું. છેલ્લામાં 90 વર્ષોથી ટાઇમ સૌથી મોટી અને મહત્વની ઘટનાઓ સાથે સમગ્ર વિશ્વની મહત્વની ઘટનાઓનું સાક્ષી રહ્યું છે.
5/5
ન્યૂયોર્કઃ અમેરિકન મીડિયા કંપની મેરેડિથ કોર્પે જાણીતા ટાઇમ મેગેઝિનને વેચી દીધું છે. સેલ્સફોર્સના સહ સંસ્થાપર માર્ક બેનૉફ અને તેની પત્નીએ આ મેગેઝિનને આશરે 1377 કરોડ રૂપિયા (190 મિલિયન ડોલર)માં ખરીદ્યું છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ આ મેગેઝિનને સેલ્સફોર્સના ચાર સહ સંસ્થાપકો પૈકીના એક માર્ક બેનૉફને 190 મિલિયન ડોલરમાં વેચવામાં આવ્યું છે.