પાકિસ્તાનની સૌથી મોટી પાર્ટીના નેતા ઈમરાન ખાનને લઈ પૂર્વ ક્રિકેટર અને રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ઓળખાતા શોએબ અખ્તરે મોટું નિવેદન આપ્યું છે. શોએબનું માનવું છે કે ઈમરાન ખાનમાં એટલી ક્ષમતા છે કે તેઓ પીએમ તરીકે પાકિસ્તાનને એશિયાનો વાઘ બનાવી શકે છે.
2/4
શોએબે કહ્યું કે, ઈમરાન ભાઈની પાર્ટીના સભ્યોએ ચૂંટણીમાં ઘણી મહેનત કરી છે. મને લાગે છે કે ઈમરાન ભાઈ લોકોની ભલાઈ માટે કામ કરશે અને પાકિસ્તાનની જનતાની આશા પર ખરા ઉતરશે.
3/4
ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનને આપેલા એખ ઈન્ટરવ્યૂમાં શોએબે કહ્યું, ઈમરાન ખાન પાકિસ્તાનને એશિયાનો સિંહ બનાવવામાં પૂરી મદદ કરી શકે છે તેવો મને વિશ્વાસ છે. સમગ્ર દેશ ઈમરાન ખાન સાથે ઉભો છે.
4/4
રાવલવિંડીઃ પાકિસ્તાનમાં થયેલી ચૂંટણીમાં પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનની તહરીક એ ઈંસાફ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ઈમરાન ખાનને આ ચૂંટણીમાં કુલ 116 સીટ મળી છે અને તેને પાકિસ્તાનનો ભાવિ પ્રધાનમંત્રી માનવામાં આવી રહ્યો છે.