શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
ઈન્ડોનેશિયામાં 7.5 તીવ્રતાના ભૂકંપ બાદ સુનામી, પાલુ શહેરમાં સૌથી વધારે અસર
1/2

શુક્રવારે સવારે પણ ઇન્ડોનેશિયાના કેટલાંક વિસ્તારોમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ આવ્યા હતા. તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 10 લોકો ઘાયલ થયા હતા. અનેક ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું હતું.
2/2

નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાં 7.5 તીવ્રતાના ભૂકંપ બાદ સુનામી આવી ગઈ છે. પાલૂ શહેરના દરિયા કાંઠે 6 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. પાલુમાં સુનામીની સૌથી વધારે અસર જોવા મળી. અહીં તટ વિસ્તારોમાં સ્થિત ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. ભૂકંપનું કેન્દ્ર દોંગાલાથી 56 કિમીના અંતરે જમીનથી 10 કિમી નીચે હતું. પાલુ ભૂકંપ કેન્દ્રથી અંદાજિત 80 કિલોમીટર દૂર છે. અહીં 3.5 લાખની વસતી છે. ઇન્ડોનેશિયા મીડિયામાં એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. તેમાં સમુદ્રના મોજાને ઝડપથી પાલુમાં ફરી વળતા જોઇ શકાય છે.
Published at : 28 Sep 2018 09:55 PM (IST)
Tags :
IndonesiaView More
Advertisement





















