જોકે ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકન શેર માર્કેટમાં કોઇ ખાસ અસર થઇ ન હતી. બુધવારે ડાઉ જોન્સમાં થોડાક પૉઇન્ટનો ઘટાડો દેખાયો હતો, પણ આ સામાન્ય ઘટાડો હતો. જ્યારે ગુરુવારે સવારે સ્ટૉકમાં પણ કંઇક ખાસ ફેરફાર થયો ન હતો. ટ્રમ્પને બે એડવાઇઝર્સ કાયદાકીય ગૂંચવણમાં ફંસાઇ ગયા છે, તેના વિરુદ્ધ ગુનાખોરીના આરોપ લાગ્યા છે.
2/4
ટ્રમ્પે ઇન્ટરવ્યૂમાં આગળ કહ્યું કે કોઇ એવા વ્યક્તિ સામે મહાભિયોગ કઇ રીતે લાવી શકે છે જેને બેસ્ટ કામ કર્યુ હોય.
3/4
ફોક્સ ન્યૂઝ પર ગુરુવારે પ્રસારિત થયેલા એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે , જો કોઇપણ મારી સામે મહાભિયોગ લાવે છે, તો મને લાગે છે કે માર્કેટ ક્રેશ થઇ જશે, મને લાગે છે કે દરેક વ્યક્તિ ગરીબ બની જશે. ટ્રમ્પે કહ્યું કે આમા તમે માત્ર એજ જોશો જે તમે વિશ્વાસ પણ ના કર્યો હોય. તેમને અમેરિકામાં સુધારાને લઇને કરવામાં આવેલા પોતાના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું કે મે રેગ્યૂલેશન્સથી છુટકારો અપાવ્યો છે.
4/4
વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો તેને પદ પરથી હટાવવામાં આવશે, તો આ બજાર માટે ખરાબ સમાચાર બનશે. તેમની સામે મહાભિયોગ લાવવાની અટકળો પર પ્રતિક્રિયા આપતા ચેતાવણી આપી છે કે આ રીતના કોઇપણ પગલાંથી માર્કેટ પડી ભાંગશે અને લોકો કંગાળ અને ગરીબ બની જશે.