રેન્ડી સિવાય મહિલા રેસલર ચાર્લોટ ફ્લેયર અને ડેનિયલ બ્રાયન પર પણ નિયમો તોડવાના આરોપમાં આ દંડ લાગી ચુક્યો છે.
2/5
ઉલ્લેખનીય છે કે, ડબ્યૂજડબલ્યૂઈના તમામ રેસલર માટે નિયમ બનાવેલા હોય છે. જેને લઈને રે મીસ્ટેરિયો હંમેશા રિંગમાં માસ્ક પહેરીને આવે છે. WWE રિંગમાં તે ક્યારેય માસ્ક વગર જોવા મળ્યો નથી પરંતુ રેન્ડી એ WWEના બનાવેલા નિયમના ધજાગરા ઉડાડી દીધાં હતા. અને મીસ્ટેરિયોનું માસ્ક ઉતારી લીધું હતું. જેને લઈને WWEના પ્રશાસને તેના પર હવે દંડ ફટકાર્યો છે.
3/5
નવી દિલ્હી: વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટમાં 'મેન ઓફ થાઉઝન્ડ માસ્ક' તરીકે ઓળખાતો રે મીસ્ટેરિયો પોતાની દરેક ફાઇટમાં અલગ અલગ માસ્ક પહેરીને આવે છે અને તે રેસલિંગ રિંગમાં ક્યારેય માસ્ક વગર જોવા મળતો નથી પરંતુ WWEની એક ફાઇટમાં જાણીતા રેસલર રેન્ડી ઓર્ટને મીસ્ટેરિયોનું માસ્ક જબરજસ્તી ઉતારી દીધું હતું. જે રેન્ડીને મોંઘું પડ્યું હતું.
4/5
રેસલિંગ દરમિયાન રેન્ડી આર્ન્ટને પોતાના હરિફ ખેલાડી મીસ્ટેરિયોનું માસ્ક જબરજસ્તી ઉતારી દીધું હતું. જેને લઈને WWE એ રેન્ડી અને કેટલાક અન્ય રેસલર્સની આવી હરકતો માટે 80 હજાર પાઉન્ડ(57 લાખ રૂપિયા)નો દંડ ફંટકાર્યો છે.
5/5
રેન્ડી ઓર્ટને મેચ દરમિયાન મીસ્ટેરિયોના ગળામાં ખુરશી ભેરવીને તેનું માસ્ક ખેંચી કાઢ્યું હતું, મીસ્ટેરિયોએ માસ્ક બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોતાનું માસ્ક બચાવી શક્યો નહીં. મીસ્ટેરિયો જ્યારે જમીન પર પડ્યો ત્યારે રેન્ડીએ તેનું માસ્ક ખેંચી લીધું હતું અને પોતાની સાથે લઈ ગયો હતો. લોહીલુહાણ મીસ્ટેરિયોને ત્યાં હાજર મેડિકલ સ્ટાફે ફર્સ્ટ એડ આપી હતી.