શોધખોળ કરો
પાકિસ્તાને 7 વર્ષની બાળકીના બળાત્કારીને ફાંસીએ લટકાવી દીધો
1/3

બાળકી પર બળાત્કારની ઘટના બાદ આખા પાકિસ્તાનમાં દેખાવો થયા હતા. લોકોએ 23 વર્ષના અલીને કડકમાં કડક સજાની ગણી કરી હતી. એટલું જ નહીં બાળકીની હત્યા બાદ કસુર શહેરમાં તોફાનો પણ થયા હતા. ગયા અઠવાડિયે એન્ટી-ટેરરિસ્ટ કોર્ટે જાહેરાત કરી હતી કે અલીને 17મી ઓક્ટોબરના રોજ લાહોરની સેન્ટ્રોલ જેલમાં ફાંસીની સજા આપવામાં આવશે. અલી અલગ અલગ નવ જેટલા રેપ અને બળાત્કારના કેસનો આરોપી હતો.
2/3

જોકે બાળકીના પિતાની દોષિતને જાહેરમાં ફાંસીની આપવાની અરજી મંગળવારે કોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં દોષિતને જેલમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. અલીને કોર્ટના મેજિસ્ટ્રેટ આદિલ સર્વર અને બાળકીના પિતાની હાજરીમાં ફાંસી આપવામાં આવી હતી. ધ ડોનના જણાવ્યા પ્રમાણે જેલ ખાતે બાળકીના કાકા પણ હાજર હતા.
Published at : 17 Oct 2018 01:20 PM (IST)
Tags :
World NewsView More





















