શોધખોળ કરો

Gandhinagar: કેન્સર જેવા જીવલેણ રોગોનું પ્રમાણ વધતા ગુજરાતના ખેડૂતો વળ્યા પ્રાકૃતિક ખેતી તરફ, 7 લાખથી વધુ કિસાનોએ બદલી ખેતી પદ્ધતિ

ગાંધીનગર: ખેડૂતોમાં જાગૃતિ અને સમાજના સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. જુલાઈ-૨૦૨૩ના એક મહિનામાં જ રાજ્યમાં ૧,૦૫,૦૦૦ નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે.

ગાંધીનગર: ખેડૂતોમાં જાગૃતિ અને સમાજના સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. જુલાઈ-૨૦૨૩ના એક મહિનામાં જ રાજ્યમાં ૧,૦૫,૦૦૦ નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. હવે રાજ્યમાં કુલ ૭,૭૪,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ માટે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દરેક તાલુકામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનું મોડેલ ફાર્મ બને. ઓછા ખર્ચે, સારી ગુણવત્તા અને શ્રેષ્ઠ પોષકતત્વોવાળું વધુ ખેત ઉત્પાદન જોઈને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત થશે.

Gandhinagar: કેન્સર જેવા જીવલેણ રોગોનું પ્રમાણ વધતા ગુજરાતના ખેડૂતો વળ્યા પ્રાકૃતિક ખેતી તરફ, 7 લાખથી વધુ કિસાનોએ બદલી ખેતી પદ્ધતિ

રાજભવનમાં આજે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના મોડેલ ફાર્મ બનાવે અને વૈજ્ઞાનિકો વિશેષ સંશોધનો કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિના લાભોનો સાક્ષાત્કાર કરાવે એવો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેન્સર જેવા જીવલેણ રોગો અને બીમારીઓનું પ્રમાણ વધતું જાય છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ રહી છે. પર્યાવરણ બગડ્યું છે, ગ્લોબલ વોર્મિંગનું સ્થાન ગ્લોબલ બોઈલીંગે લીધું છે. ભૂમિગત પાણી ઓછું થઈ રહ્યું છે. આવી તમામ સમસ્યાઓનું નિરાકરણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પન્ન થતા અનાજ, ફળ અને શાકભાજીમાં પોષણ મૂલ્યો પણ વિશેષ હોય છે. ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતીનું મૂલ્ય સમજીને તેને સ્વીકારી રહ્યા છે,એ માટે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

હાલમાં વધુને વધુ ગ્રામ પંચાયતોમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી ભણી વળી રહ્યા છે. ગુજરાતની ૬,૭૭૪ ગ્રામ પંચાયતો એવી છે જ્યાં ૭૫ થી વધુ કિસાનો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. સુરેન્દ્રનગર, મહેસાણા, દાહોદ, ભાવનગર અને ડાંગ જિલ્લામાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે.

સમગ્ર રાજ્યમાં ૧૦-૧૦ ગામોના ક્લસ્ટર્સ બનાવીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઘર આંગણે જઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. તારીખ ૧લીમે, ૨૦૨૩ થી આ પદ્ધતિથી ત્રણ મહિનામાં ૧૦,૫૩,૯૮૫ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. તાલીમ આપી રહેલા ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ અને ખેડૂત માસ્ટર ટ્રેનર્સ ખેડૂતોના ખેતરોમાં જઈને મુલાકાત લઈ રહ્યા છે અને ખેડૂતોને પ્રેક્ટીકલ પ્રશિક્ષણ આપી રહ્યા છે.

Gandhinagar: કેન્સર જેવા જીવલેણ રોગોનું પ્રમાણ વધતા ગુજરાતના ખેડૂતો વળ્યા પ્રાકૃતિક ખેતી તરફ, 7 લાખથી વધુ કિસાનોએ બદલી ખેતી પદ્ધતિ

ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા (ગાંધીનગર), દેથલી (ખેડા), અંભેટી (વલસાડ), સણોસરા (ભાવનગર) અને મુન્દ્રા (કચ્છ) ના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કિસાન માસ્ટર ટ્રેનર્સ અને ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૧,૮૯૩ લોકોને અહીં તાલીમ આપવામાં આવી છે.

પ્રાકૃતિક કૃષિની આ ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ, રાજપાલના અગ્ર સચિવ રાજેશ માંજુ, ગુજરાત કૃષિ ઉદ્યોગ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડી.એચ. શાહ, આત્માના ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યુટી  દિનેશ પટેલ,  કૃષિ નિયામક જે.એસ.  સોલંકી, આત્માના નિયામક  પીએસ. રબારી, પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક મહાત્મા પ્રફુલ સેંજલીયા, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. સી.કે. ટિમ્બડીયા અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget