શોધખોળ કરો

ગુજરાત દરિયાઈ માછલી ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે, જાણો કેટલા લાખ મેટ્રિક ટન માછલીનું થયું ઉત્પાદન

Gujarat Agriculture News: રાજ્યમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને માછીમારોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે ગુજરાત સરકારે પણ વિવિધ પ્રોત્સાહક પગલાંઓ અને નીતિઓ અમલમાં મૂકી છે.

Fish Production in Gujarat: ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને છે, જ્યારે અન્ય તમામ પ્રકારના સ્ત્રોતોમાંથી થતા કુલ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં પાંચમા સ્થાન પર છે. છેલ્લા 4 વર્ષોમાં ગુજરાતમાં કુલ મત્સ્ય ઉત્પાદનનો આંકડો વાર્ષિક સરેરાશ લગભગ 8.38 લાખ મેટ્રિક ટન રહ્યો છે.

જળચર ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને સહકાર અને સહયોગ પ્રદર્શિત કરવા માટે ભારતમાં દર વર્ષે 10 જૂલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્લૂ ઇકોનોમી વિકસિત કરવા પર ભાર મૂકી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘આપણે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં ગ્રીન પ્લેનેટના નિર્માણ માટે બ્લૂ ઇકોનોમી એક માધ્યમ બનશે.’

ગુજરાતમાં દેશનો સૌથી લાંબો 1600 કિમીનો દરિયાકિનારો છે, જે દેશમાં બ્લૂ ઇકોનોમીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. રાજ્યમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને માછીમારોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે ગુજરાત સરકારે પણ વિવિધ પ્રોત્સાહક પગલાંઓ અને નીતિઓ અમલમાં મૂક્યા છે. તેના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર છે.

વર્ષ 2022-23માં રાજ્યમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7,03,000 મેટ્રિક ટન અને આંતર્દેશીય માછલીનું ઉત્પાદન 1,94,422 મેટ્રિક ટન થયું હતું. છે. આમ, વર્ષ 2022-23માં રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ 8,97,422 મેટ્રિક ટન રહ્યું હતું. વર્ષ 2023-24 માં રાજ્યમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7,02,050 મેટ્રિક ટન, જ્યારે આંતર્દેશીય માછલીનું ઉત્પાદન 2,13,140 મેટ્રિક ટન થવાની સંભાવના છે. આમ, વર્ષ 2023-24માં રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ 9,15,190 મેટ્રિક ટન થવાની સંભાવના છે.

ગુજરાત દરિયાઈ માછલી ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે, જાણો કેટલા લાખ મેટ્રિક ટન માછલીનું થયું ઉત્પાદન

મત્સ્યઉદ્યોગનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધે તેમજ માછીમારોની આજીવિકામાં વધારો થાય તેવા હેતુથી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) સમગ્ર દેશમાં લાગુ કરી છે, જેમાં મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, મત્સ્ય ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તાથી લઇને ટેક્નોલોજી, પોસ્ટ-હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટિંગ સુધીની ફિશરીઝ વેલ્યુ ચેઇનમાં રહેલી મહત્વપૂર્ણ ખામીઓને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ વેલ્યુ ચેઇનને આધુનિક અને મજબૂત બનાવવાનો, ટ્રેસેબિલિટી એટલે કે શોધક્ષમતા વધારવાનો અને એક મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન માળખું સ્થાપિત કરવાની સાથે-સાથે માછીમારોનું સામાજિક-આર્થિક કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2022-23માં કુલ ₹286.53 કરોડના તથા વર્ષ 2023-24માં કુલ ₹61.55 કરોડના વિવિધ ઘટકો ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. તેનાથી પણ રાજ્યમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે.

ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકિનારાની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવા માટે રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેક પહેલો હાથ ધરી છે, જેમાં ડીઝલના વેટદરમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલની ખરીદી પર સબસીડીની સુવિધા, ઝીંગા માછલીઓના પાલન માટે જમીન આપવી, રસ્તા અને વીજળીની સુવિધાઓ, નાના માછીમારો માટેના બંદરોની માળખાકીય સુવિધાઓમાં વધારો વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે જ માઢવાડ, નવાબંદર, વેરાવળ-2 અને સૂત્રાપાડામાં ચાર નવા મત્સ્ય બંદરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget