ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
T20 બાદ હવે ODI ટીમમાંથી પણ રોહિતની વિદાયની અટકળો, હાર્દિક પંડ્યા બની શકે છે નવો કેપ્ટન?
રોહિત શર્માના ભવિષ્યને લઈને ક્રિકેટ જગતમાં અનેક અટકળો ચાલી રહી છે. T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ હવે તેના ODI કેપ્ટન તરીકેના સ્થાન પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ મુજબ, BCCIએ ODI ટીમ માટે નવા કેપ્ટનની શોધ શરૂ કરી દીધી છે.
રોહિતનું પ્રદર્શન અને કેપ્ટનશિપ:
રોહિત શર્મા માટે વર્ષ 2024માં T20 વર્લ્ડ કપની જીત એકમાત્ર મોટી સિદ્ધિ રહી છે. તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ખાસ કરીને ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ રોહિતની કેપ્ટનશિપના આંકડાઓમાં ઘટાડો જોવા મળ્યો છે. 2024માં તેનું વ્યક્તિગત પ્રદર્શન પણ જોઈએ તેવું નહોતું, જેના કારણે તે સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો.
સંભવિત ઉત્તરાધિકારી
એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો રોહિત શર્માની ODI ટીમની કેપ્ટનશિપ પર કોઈ ખતરો છે અથવા BCCI તેના પર દબાણ બનાવવા માંગે છે, તો હાર્દિક પંડ્યાને ODI ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાએ છેલ્લા 2 વર્ષમાં વ્હાઈટ બોલ ક્રિકેટમાં કેપ્ટનશિપનો અનુભવ મેળવ્યો છે, જે તેને આ પદ માટે મજબૂત દાવેદાર બનાવે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી અને અગાઉની અટકળો
આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લગભગ દોઢ મહિનો બાકી છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ પહેલાથી જ જાહેર થઈ ગઈ છે, જેમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. જ્યારે રોહિત શર્મા T20માંથી નિવૃત્ત થયો ત્યારે એવી અટકળો હતી કે હાર્દિક પંડ્યા તેનો ઉત્તરાધિકારી બનશે, પરંતુ નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટીમ મેનેજમેન્ટ સાથે મળીને T20 ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપી દીધી હતી.
ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ચિંતા કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ છે. રોહિત પહેલા મિડલ ઓર્ડરમાં રન બનાવવા નિષ્ફળ રહ્યો અને પછી ઓપનિંગમાં પણ સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. આ સિરીઝમાં અત્યાર સુધી રોહિત માત્ર 31 રન જ બનાવી શક્યો છે. તે માત્ર એક જ વખત ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો છે.
હવે જોવાનું એ રહેશે કે BCCI રોહિત શર્માના ODI કેપ્ટનશિપ અંગે શું નિર્ણય લે છે અને શું હાર્દિક પંડ્યાને આ જવાબદારી સોંપવામાં આવશે કે કેમ.
આ પણ વાંચો....
રોહિત શર્મા જતા જ આ ખેલાડી બની જશે ટીમનો કેપ્ટન, જાણો રેસમાં કોણ છે આગળ...