Agriculture News: જીરુંનો રેકોર્ડ બ્રેક ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ, જાણો વિગત
જીરાની મોટા પ્રમાણમાં માગને લઇને ભાવમાં વધારો થયો છે. જીરાના ભાવમાં વધારો થતાં સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે
![Agriculture News: જીરુંનો રેકોર્ડ બ્રેક ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ, જાણો વિગત Agriculture News: Jeera gets record break price in Rajkot marketing yard Agriculture News: જીરુંનો રેકોર્ડ બ્રેક ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/02/d9edc1fbe212b7eb3a2a2364538daee9167265061896876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Agriculture News: રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરાના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે. એક મણ જીરાનો ભાવ 6300 રૂપિયા મળતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. વેપારી આગેવાનોના મતે ઐતિહાસિક ભાવ છે,
પ્રથમવાર જીરાનો ભાવ 6000 ને પાર થયો છે. જીરાની મોટા પ્રમાણમાં માગને લઇને ભાવમાં વધારો થયો છે. જીરાના ભાવમાં વધારો થતાં સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હાલ ખેડૂતો અને વેપારીઓનું જીરું સૌરાષ્ટ્ર યાર્ડમાં આવી રહ્યું છે. આ પહેલા જીરૂનો ભાવ 5000 થયો હતો.
જમીન અને આબોહવા
જીરૂના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ સારી નિતાર શક્તિવાળી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ક્ષારીય જમીનમાં પણ જીરાની ખેતી કરી શકાય છે. જીરૂના પાકને ચોખું, ઝાકળમુક્ત, સુકું અને ઠંડુ હવામાન માફક આવે છે. વૃધ્ધી તબકકાથી દાણો બેસવાની અવસ્થા દરમ્યાન વાદળ વિનાનું ઠંડુ અને સુકુ હવામાન ખૂબ જ અનુકૂળ છે. જીરૂના પાકને ઉડી ખેડની જરૂર નથી, પરતું વર્ષમાં એક્વાર ઉડી ખેડ કરવી હિતાવહ છે. કરબની આડી અને ઉભી બે થી ત્રણ ખેડ કરી સમાર મારી ખેતર સમતળ કરવું. સાંકડા અને નાના ક્યારા બનાવવા. જીરૂના ખેતરમાં ભારે મોટું ઝાડ, ભારે ઘાટી ઉંચી થોરની જીવંત વાડ હોવી જોઈએ નહી. જો ખેતરમાં કે શેઢા ઉપર ભારે મોટું ઝાડ હોય તો છટણી કરવી હિતાવહ છે. જીરૂના ખેતરની બાજુમાંથી સતત વહેતો પાણીનો ઢાળીયો કે બાજુમાં રાયડો, રજકો કે ઘઉંનું વાવેતરપણ હિતાવહ નથી.
બીજની પસંદગી
જનીનિક તેમજ ભૌતિક શુધ્ધતાવાળું, સારી સ્કૂરણશક્તિ ધરાવતું અને શુધ્ધ અને પ્રમાણિત બિયારણએ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે. તેથી પ્રમાણિત બિયારણ જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો. ખેડૂતોની સુધારેલા બિયારણોની માંગ પણ વધવા પામેલ છે ત્યારે, છેલ્લામાં છેલ્લી ભલામણ કરેલ જીરૂ પાકની જાતોની ખાસિયતોની જાણકારી બિયારણ પસંદગી માટે ખૂબ જ જરૂરી છે.
જીરૂ એ બીજ મસાલા પાકોમાં ખૂબ જ અગત્યનો અને વિદેશી હૂંડિયામણ કમાવી આપનાર મહત્વનો રોકડીયો પાક છે. જીરૂએ સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં રવિ (શિયાળુ) રૂતુમાં થતો મોખરાનો પાક છે. જીરૂનો પાક અન્ય રવિ પાકોની સરખામણીમાં ટૂંકા ગાળામાં, ઓછી મહેનતે અને ઓછા ખર્ચે તગડું વળતર આપે છે.
આ પણ વાંચોઃ
Gujarat Budget 2023: ગુજરાત બજેટની તૈયારી થઈ શરૂ, ખેડૂતલક્ષી યોજનાઓ પર મૂકવામાં આવી શકે છે ભાર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)