શોધખોળ કરો

Gujarat Budget 2023: ગુજરાત બજેટની તૈયારી થઈ શરૂ, ખેડૂતલક્ષી યોજનાઓ પર મૂકવામાં આવી શકે છે ભાર

Gujarat Budget: ખેડૂત સંગઠનો સાથે ચર્ચા વિચારણા બાદ વિભાગના અધિકારીઓ સાથે પણ બજેટને લઈને સમીક્ષા કરાશે. આ ઉપરાંત નાણા મંત્રી દ્વારા દરેક વિભાગના મંત્રી અને અધિકારીઓ સાથે બજેટને લઈને બેઠકો શરૂ થઈ છે.

Budget 2023: ગુજરાતના  બજેટ સત્રને લઈ વિભાગોએ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કૃષિ વિભાગે આગામી બજેટને લઈ તૈયારીઓ શરૂ કરી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કિસાન સંઘના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને ખેડૂતલક્ષી યોજનાઓ તથા સમસ્યાઓ અંગે વિગતો મેળવી હતી. આગામી બજેટમાં ખેડૂતો માટે કઈ યોજનાઓ પર વધુ ભાર મૂકવો એ અંગે પણ ચર્ચા કરાઈ હતી. ખેડૂત સંગઠનો સાથે ચર્ચા વિચારણા બાદ વિભાગના અધિકારીઓ સાથે પણ બજેટને લઈને સમીક્ષા કરાશે. આ ઉપરાંત નાણા મંત્રી દ્વારા દરેક વિભાગના મંત્રી અને અધિકારીઓ સાથે બજેટને લઈને બેઠકો શરૂ થઈ છે.

BCCIએ વર્લ્ડકપ માટે ક્યા 20 ખેલાડીને કર્યા શોર્ટ લિસ્ટ ? ક્યા ધુરંધરોનાં કપાયાં પત્તાં ? 

નવા વર્ષની શરૂઆત થતાં જ આગામી 2023ના ODI વર્લ્ડકપનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. આ સમગ્ર વર્લ્ડકપની મેચો ભારતમાં રમાવાની છે. આ વર્લ્ડકપનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં થવાનું છે. હજુ સુધી આ વર્લ્ડકપનું શિડ્યુલ જાહેર થયું નથી. ભારતમાં ચોથીવાર ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન થવા જઈ રહ્યુ છે. આ વર્ષે પ્રથમ વખત બનશે કે ભારતમાં જ તમામ મેચ રમાશે અને ભારત જ સિંગલ રીતે યજમાની કરશે.

વર્લ્ડકપની ભારતે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. વન ડે વર્લ્ડકપ અને ભારતના અન્ય આંતરરાષ્ટ્રીય પ્રવાસ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે ટીમ ઈન્ડિયાના સ્ટાર્સના આઇપીએેલના વર્ક-લોડ પર નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ખેલાડીઓની ફિટનેસમાં સુધારો લાવવાના આશય સાથે બીસીસીઆઇએ ટીમ ઈન્ડિયામાં સિલેક્શન માટે 'યો યો' ટેસ્ટને ફરજીયાત બનાવી દીધો છે.

કોનું કપાઇ શકે છે પત્તું

બીજી મોટી જાહેરાત બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જાહેર કરી છે કે બોર્ડે 2023 ODI વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. ટીમ મેનેજમેન્ટ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારી મેગા ઇવેન્ટ પહેલા ખેલાડીઓનો ટેસ્ટ કરશે. હાલની જે કોર ટીમ છે તેને જ જાળવી રાખવામાં આવશે. રિષભ પંતનો અકસ્માત થતાં તે 10 મહિના ક્રિકેટથી દૂર રહેશે. આ સ્થિતિમાં વર્લ્ડકપમાં તેના સમાવેશના ચાન્સ નહીંવત છે. ઉપરાંત જો રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ ફીટ હશે તો અક્ષર પટેલનું પત્તુ કપાઈ શકે છે. વોશિંગ્ટન સુંદર પર વ્હાઇટ બોલ ક્રિકેટમાં શાનદાર દેખાવ કરી રહ્યો છે. વર્લ્ડકપ શરૂ થવાના એક મહિના પહેલા 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવશે.

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, શુભમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, રિષભ પંત/સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ ક્રિષ્ના

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, પુસ્તક પર મોદીએ કર્યા હસ્તાક્ષર
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, પુસ્તક પર મોદીએ કર્યા હસ્તાક્ષર
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, પુસ્તક પર મોદીએ કર્યા હસ્તાક્ષર
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, પુસ્તક પર મોદીએ કર્યા હસ્તાક્ષર
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Embed widget