Banana Farming: ગુજરાતમાં કેળની આ જાતો છે પ્રચલિત, જાણો રાજ્યના કેટલા જિલ્લામાં થાય છે આ ખેતી
Banana Farming in Gujarat: રાજ્યમાં આશરે 62 હજાર હેક્ટરમાં કેળનો પાક લેવામાં આવે છે. રાજ્યના 11 જિલ્લામાં આ ખેતી મોટા પાયે છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાની સંખ્યા વધારે છે.
Gujarat Banana Farming: ગુજરાતમાં ગત વર્ષે ત્રાટકેલા વાવાઝોડાએ મોટી ખાના ખરાબી સર્જી હતી. જેમાં કેળ, ચીકુ, આંબા સહિતના પાકને મોટું નુકસાન થયું હતું. ગુજરાતમાં કેળાની ખેતી મોટા પાયે કરવામાં આવે છે. રાજ્યમાં આશરે 62 હજાર હેક્ટરમાં કેળનો પાક લેવામાં આવે છે. રાજ્યના 11 જિલ્લામાં આ ખેતી મોટા પાયે છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાની સંખ્યા વધારે છે.
કેળના પાકને કેવી જમીઅને અને આબોહવા માફક આવે
- કેળનો પાક ગરમ અને ભેજવાળા હવામાનમાં થાય છે
- કેળના ઉત્તમ વિકાસ માટે સરરેશા 270 સે. ઉષ્ણતામાનની જરૂરિયાત પડે છે
- વાર્ષિક 2000 થી 2500 મી.મી વરસાદવાળા વિસ્તારમાં પિયતની સગવડ હોય તો પાક સારો થાય
- કેળ માટે સારા નિતારવાળી, ફળદ્રુપ, ગોરાડુ અને મધ્યમ કાળી જમીન અનુકૂળ છે
ગુજરાતમાં કેળની કઈ જાતો પ્રચલિત છે
ગુજરાતમાં કેળની અનેક જાતો છે. પરંતુ તેમાં ખાસ કરીને બસરાઈ, લોખંડી, રોબસ્ટા, શ્રીમંતિ વગેરે જાતો પ્રચલિત છે.
જાણો ગુજરાતમાં થતા ફળ પાકોનું વિષયક માર્ગદર્શન.
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) April 19, 2022
જાણો કૃષિને, જાણો ગુજરાતને. pic.twitter.com/AJI9XIzAST
ગુજરાતનો ખેડૂત બિયારણ, ખાતર સહિત ખેતીને લગતા મૂંઝવતા પ્રશ્નોનું તાત્કાલિક મેળવી શકશે સમાધાન, આ નંબર કરો ડાયલ
ગુજરાતના ખેડૂતોની આવક વધે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રકારની યોજના ચલાવે છે. જોકે ઘણા ખેડૂતો સરકારની આ યોજનાનો લાભ લેતા નથી. સીઝન દરમિયાન ખેડૂતોને બિયારણ, વિવિધ પાક, જમીન, ગુણવત્તા, કૃષિ પદ્ધતિ, ખાતર અને ખરીદી જેવા અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે.
ખેતીને લગતાં ખેડૂતને મૂંઝવતા કોઈપણ પ્રશ્નોના જવાબ માટે રાજ્ય સરકારે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. જે અંતર્ગત ખેડૂતો રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોને ફોન કરીને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે. આ માટે ખેડૂતો નીચે દર્શાવેલા ફોન પર કોલ કરીને જરૂરી માહિતી મેળવી શકે છે.
- આણંદ કૃષિ યુનિવર્સિટીઃ 02692-263457
- જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીઃ 0285-2672653
- નવસારી કૃષિ યુનિવર્સિટીઃ 02637-282572
- સરદારનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઃ 02748-278482