Cabinet Meeting: શેરડીના ખેડૂતોને મોદી સરકારે આપી શાનદાર ભેટ
જાહેર છે કે, શેરડી પર એફઆરપી એટલે કે વાજબી અને મહેનતાણું નક્કી કરીને શેરડીના ખેડૂતોને તેમના ઉત્પાદનની ગેરંટી રકમ આપવામાં આવે છે.
Cabinet Meeting Decisions: મોદી સરકારે કઠોળના ટેકાના ભાવ બાદ હવે શેરડીને લઈને પણ મહત્વનો નિર્ણય લીધો છે. ખરીફ પાકની MSP વધાર્યા બાદ મોદી સરકારે શેરડીના ખેડૂતોને પણ મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોદી સરકારે આગામી સિઝન માટે શેરડીના વાજબી અને લાભકારી ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટ સમિતિની આર્થિક બાબતોની સમિતિએ 2023-24ની સીઝન માટે શેરડીની FRPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 10ના વધારાની જાહેરાત કરી છે. શેરડીની નવી એફઆરપી હવે 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.
કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, મોદી સરકારે શેરડીના ખેડૂતો માટે શેરડીની એફઆરપીમાં પ્રતિ ક્વિન્ટલ 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જાહેર છે કે, શેરડી પર એફઆરપી એટલે કે વાજબી અને મહેનતાણું નક્કી કરીને શેરડીના ખેડૂતોને તેમના ઉત્પાદનની ગેરંટી રકમ આપવામાં આવે છે.
શેરડીની FRP વધારવાના મોદી સરકારના નિર્ણયથી 5 કરોડ શેરડીના ખેડૂતોને ફાયદો થશે. આ સાથે શેરડી મિલોમાં કામ કરતા 5 લાખ કર્મચારીઓ અને સંબંધિત પ્રવૃત્તિઓને પણ આ નિર્ણયથી ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, શેરડીની નવી સીઝન ઓક્ટોબર મહિનાથી શરૂ થશે.
કઠોળના વધતા ભાવને નિયંત્રણમાં લેવા સરકારે સ્ટોક મર્યાદા નક્કી કરી, મગ સિવાય તમામ કઠોળ પર લાગુ થશે નિયમ
કઠોળના ભાવ નિયંત્રણમાં લેવા માટે સરકાર ઘણા સમયથી કવાયત કરી રહી હતી. તેમ છતા બજારભાવ ખાસ પ્રભાવિત ન થતા આખરે સરકારે મગને બાદ કરતા તમામ કઠોળ પર સ્ટોક મર્યાદા દાખલ કરી છે. જથ્થાબંધ વેપારી, રિટેઈલરો, આયાતકારો અને તમામ મિલરોને મર્યાદા લાગુ પડશે. અને આ નિયમ 31 ઓક્ટોબર સુધી તેનો અમલ કરવામાં આવશે.
મંત્રાલયે આદેશમાં કહ્યું છેકે જથ્થાબંધ વેપારીઓ માટે 200 ટન કઠોળની સ્ટોક મર્યાદા હશે. જો કે એ પણ શરત હશે કે તે એ જ કઠોળનો પૂરો 200 ટન સ્ટોક રાખી નહીં શકે. સરકારી પરિપત્ર મુજબ જથ્થાબંધ વેપારીઓ માટે 200 ટનની મર્યાદા નક્કી થઈ છે.
મિલરો માટે સ્ટોક મર્યાદા અલગ રીતે નક્કી કરવામાં આવી છે. તેમણે છેલ્લા ત્રણ માસના ઉત્પાદનની સરેરાશ અથવા ઈન્સ્ટોલ કરેલી ક્ષમતાના 25 ટકા બેમાંથી જે વધારે હોય તેટલો સ્ટોક રાખવાનો રહેશે.