Chhotaudepur : સંખેડા તાલુકાની APMCમાં ખેડૂતો કેમ ઉતર્યા હળતાલ પર ?
એક તરફ ભાવમાં ઘટાડો તો બીજી તરફ વટાવ કપાતા ખેડૂતોમાં નારાજગી છે. ખેડૂતોને વેપારીઓ ચેકથી પેમેન્ટ આપતાં 15 દિવસ પછી મળે પેમેન્ટ મળે છે.
Agriculture News: છોટા ઉદેપુરના સંખેડા તાલુકાની એ.પી.એમ.સીમાં ખેડૂતો હડતાલ પર ઉતર્યા છે. ખેડૂતોના કપાસના વેચાણ પર ખાનગી વેપારીઓ દોઢ ટકા વટાવ કાપી રહ્યા છે. એક તરફ ભાવમાં ઘટાડો તો બીજી તરફ વટાવ કપાતા ખેડૂતોમાં નારાજગી છે. ખેડૂતોને વેપારીઓ ચેકથી પેમેન્ટ આપતાં 15 દિવસ પછી મળે પેમેન્ટ મળે છે. વટાવ પ્રથા બંધ નહી કરવામાં આવે ત્યાં સુધી ખેડૂત કપાસ નહીં વેચે તેવો ખેડૂતોએ નિર્ણય લીધો છે. એ પી એમ સી ના ચેરમેન પણ ખેડૂતોની વ્હારે વિરોધમાં જોડાયા હતા.
જીરુંનો રેકોર્ડ બ્રેક ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરાના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે. એક મણ જીરાનો ભાવ 6300 રૂપિયા મળતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. વેપારી આગેવાનોના મતે ઐતિહાસિક ભાવ છે,
પ્રથમવાર જીરાનો ભાવ 6000 ને પાર થયો છે. જીરાની મોટા પ્રમાણમાં માગને લઇને ભાવમાં વધારો થયો છે. જીરાના ભાવમાં વધારો થતાં સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હાલ ખેડૂતો અને વેપારીઓનું જીરું સૌરાષ્ટ્ર યાર્ડમાં આવી રહ્યું છે. આ પહેલા જીરૂનો ભાવ 5000 થયો હતો.
જમીન અને આબોહવા
જીરૂના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ સારી નિતાર શક્તિવાળી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ક્ષારીય જમીનમાં પણ જીરાની ખેતી કરી શકાય છે. જીરૂના પાકને ચોખું, ઝાકળમુક્ત, સુકું અને ઠંડુ હવામાન માફક આવે છે. વૃધ્ધી તબકકાથી દાણો બેસવાની અવસ્થા દરમ્યાન વાદળ વિનાનું ઠંડુ અને સુકુ હવામાન ખૂબ જ અનુકૂળ છે. જીરૂના પાકને ઉડી ખેડની જરૂર નથી, પરતું વર્ષમાં એક્વાર ઉડી ખેડ કરવી હિતાવહ છે. કરબની આડી અને ઉભી બે થી ત્રણ ખેડ કરી સમાર મારી ખેતર સમતળ કરવું. સાંકડા અને નાના ક્યારા બનાવવા. જીરૂના ખેતરમાં ભારે મોટું ઝાડ, ભારે ઘાટી ઉંચી થોરની જીવંત વાડ હોવી જોઈએ નહી. જો ખેતરમાં કે શેઢા ઉપર ભારે મોટું ઝાડ હોય તો છટણી કરવી હિતાવહ છે. જીરૂના ખેતરની બાજુમાંથી સતત વહેતો પાણીનો ઢાળીયો કે બાજુમાં રાયડો, રજકો કે ઘઉંનું વાવેતરપણ હિતાવહ નથી.
બીજની પસંદગી
જનીનિક તેમજ ભૌતિક શુધ્ધતાવાળું, સારી સ્કૂરણશક્તિ ધરાવતું અને શુધ્ધ અને પ્રમાણિત બિયારણએ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે. તેથી પ્રમાણિત બિયારણ જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો ખેડૂતોની સુધારેલા બિયારણોની માંગ પણ વધવા પામેલ છે ત્યારે, છેલ્લામાં છેલ્લી ભલામણ કરેલ જીરૂ પાકની જાતોની ખાસિયતોની જાણકારી બિયારણ પસંદગી માટે ખૂબ જ જરૂરી છે.