Farmer’s Success Story: સાવરકુંડલાનો આ ખેડૂત ખારાપાટમાં કરે છે ખારેકની ખેતી
Agriculture News: સાવરકુંડલા પંથકનો એક એવો વિસ્તાર છે કે જે ખારાપાટ તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન ખેડૂતો માત્ર એક પાક લઈ શકે છે.
Farmer’s Success Story: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં એકમાત્ર ખેડૂતે ખારાપાટ વિસ્તારમાં અનોખી ખેતી કરે છે. ખારોપાટ વિસ્તાર હોવાથી મોટાભાગના લોકો કપાસનું વાવેતર કરતા હોય છે પરંતુ આ પ્રગતિશીલ ખેડૂત અન્ય પાક કરતા સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
અમરેલી જીલ્લો ખેતી આધારિત છે, મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. અમુક વિસ્તારમાં શિયાળો ઉનાળુ અને ચોમાસુ પાક ખેડૂતો લેતા હોય છે પરંતુ સાવરકુંડલા પંથકનો એક એવો વિસ્તાર છે કે જે ખારાપાટ તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન ખેડૂતો માત્ર એક પાક લઈ શકે છે. સાવરકુંડલા તાલુકાના જીરા ગામના ખેડૂતે અઢી વીઘા જમીનમાં ખારેકની ખેતી કરી છે. આ વિસ્તારમાં ખારું પાણી હોવાથી ચોમાસા દરમિયાન એક પાક લેવામાં આવે છે, રવી સિઝન ખેડૂતો લઈ શકતા નથી.
પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ ચોડવડીયાએ કહ્યું, ત્રણ વર્ષ પહેલા અઢી વીઘા જમીન ખારેકનું વાવેતર કર્યું હતું અને એક ખારેકના વૃક્ષ ઉપર 10 થી 12 હજાર રૂપિયાની કમાણી કરે છે. ખેડૂત દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી અને અમરેલી પાણીની લેબોટરી કરાવતા 3600 ટીડીએસ પાણી હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જીરા ગામના ખેડૂતે ખેતીના પાકની પેટર્ન બદલાવી અને સાવરકુંડલા પંથકમાં એકમાત્ર ખેડૂતે ખારેકની ખેતી સફળ બનાવી છે.
ખારેકની ખેતીથી અન્ય ખેડૂતોને આપી પ્રેરણા
જીરા ગામના પ્રતિશીલ ખેડૂતે ખારેકના મોંઘા રોપ વાવી ખારાપટ વિસ્તારમાં ખારેક ની ખેતી કરી એક સાહસ કર્યું હતું,ખારોપાટ વિસ્તાર હોવાથી ઓછો કે વધુ વરસાદ થાય તો પણ ખેડૂતોને કપાસ સહિતના રેગ્યુલર ઉભા પાકને નુકશાન થાય છે ત્યારે આ વિસ્તારમાં ખારા પાણી હોવાથી અન્ય પાકને પાણી અનુકૂળ હોતું નથી તેના કારણે રવી સિઝન નો પાક ખેડૂતો લઈ શકતા નથી. જીરા ગામના ખેડૂતે સાહસ કરીને ખારેકની ખેતી સફળ બનાવી છે તેને કારણે અન્ય ખેડૂતોને પ્રેરણા મળી છે.
અમરેલી જિલ્લામાં કેટલા ખેડૂતો કરે છે ખારેકની ખેતી
અમરેલી જિલ્લાના ખેડૂતો વિવિધ બાગાયતી ખેતી કરતા થયા છે. અમરેલી જિલ્લામાં 35 જેટલા ખેડૂતો ખારેકની નવી ખેતી શરૂ કરી છે. જીરા ગામના ખેડૂતે સાવરકુંડલા તાલુકામાં પ્રથમ ખારેકની ખેતી કરીને અન્ય ખેડૂતોને રાહ ચીંધી છે. સરકાર દ્વારા ખારેકની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. નવી ખારેકની ખેતી કરતા ખેડૂતોને એક વૃક્ષ દીઠ 1250 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. એક ખેડૂતને વધુમાં વધુ એક હેકટરે એક લાખ છપન હજાર રૂપિયા ની સહાય આપવામાં આવી રહી છે. ધીમેધીમે અમરેલી જિલ્લામાં ખારેકની ખેતીનું વાવેતર વધી રહ્યું છે.
આ પણ વાંચોઃ
આ લીલા દાણાની ખેતી ખેડૂતોને બનાવી દેશે માલામાલ, જાણો કેવી રીતે થાય છે તેની ખેતી