શોધખોળ કરો

Gandhinagar: ગુજરાત સરકારે ખેડૂતોને મળતી સહાયને લઈને લીધો મોટો નિર્ણય, એક ક્લિકે મળશે અનેક સુવિધા

ગાંધીનગર: ખેડૂતોને મદદરૂપ થવા રાજ્ય સરકાર અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપે છે અને આ સહાય મેળવવા રાજ્યના ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે

ગાંધીનગર: ખેડૂતોને મદદરૂપ થવા રાજ્ય સરકાર અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપે છે અને આ સહાય મેળવવા રાજ્યના ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે. ખેતી કામ માટે ઉપયોગી તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્યવૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા વિવિધ ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકે તે માટે આગામી તારિખ ૭ ઓગષ્ટથી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવામાં આવશે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ખેડૂતોને ખેતીવાડી ખાતાના તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્યવૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકો માટે અરજીઓ મેળવવા આઇ ખેડુત પોર્ટલ તારીખ ૦૭ ઓગષ્ટ, ૨૦૨૩ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે.

ચાલુ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં લક્ષ્યાંકની ૧૧૦ ટકા મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ આ ઘટકોમાં લાભ મેળવવા ઓનલાઇન અરજી કરીને અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.

જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20 ટકા વસૂલીને નિયમબદ્ધ કરશે સરકાર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર આવા જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20 ટકા વસૂલીને નિયમબદ્ધ કરશે.

કેમ લીધો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં મળેલી રજૂઆતોમાં જણાવવામાં આવ્યું હતું કે, આઝાદી બાદ ભૂમિ સુધારણા કાર્યક્રમના ભાગ રૂપે જમીનોના ખેડનારને તેના હક્કો મળી રહે અને મધ્યસ્થીઓ નાબૂદ થાય તે હેતુથી વિવિધ ઇનામ નાબૂદી કાયદાઓથી ચાકરી, નોકરી, સલામી ભરવા જેવા વિવિધ ઇનામો નાબૂદ કરવામાં આવ્યા અને આવી જમીનોના ખેડનારને તેમની જમીનો પરત્વેના સ્વતંત્ર માલિકીહકકો આપવામાં આવ્યા છે. આવા માલિકીહક્કો મેળવવા માટે સમયમર્યાદામાં કબજાહક્કની રકમ ભરવી અનિવાર્ય હતી, પરંતુ ખેડૂતો તેમની કાયદાની અજ્ઞાનતાના લીધે આ કબજાહક્કની રકમ નિયત સમયમર્યાદામાં ભરી શક્યા નથી, જેથી તેમને આ જમીનો પરના સંપૂર્ણ માલિકીહક્ક મળેલ નથી અને તેઓ લીટી નીચેના કબજેદાર તરીકે ચાલતા આવેલા છે. એટલું જ નહીં, આવા લીટી નીચેના કબજેદારો દ્વારા જમીનો પરત્વે ઉત્તરોતર વેચાણો પણ કરવામાં આવ્યા છે. આવા જમીનધારકોના કબજાઓ નિયમિત થયા ન હોવાના લીધે આવા કબજેદારો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના લાભોથી વંચિત રહી જવા પામતા હતા.  તેમજ આવી જમીનોના તબદીલી અને હેતુફેરના સમયે ટાઇટલ ક્લિયરન્સના પ્રશ્નો બહોળી માત્રામાં ઉપસ્થિત થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025 : છેલ્લા 25 વર્ષથી ઉત્તર ગુજરાતના આ ગામમાં ઉત્તરાયણે નથી ચડતી પતંગ, જાણો શું છે કારણ?Uttarayan 2024 : ઉત્તરાયણે પતંગની દોરીએ લીધો ચારનો ભોગ, જુઓ અહેવાલUttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ આ વીડિયોVijay Rupani : Makar Sankrati 2025: કોંગ્રેસના મોઢામાંથી લાળ ટપકે છે.. ભાજપ તો બધાને સાથે જ લઈને ચાલશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Champions Trophy 2025: શું રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જશે? જાણો સમગ્ર મામલો
Champions Trophy 2025: શું રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જશે? જાણો સમગ્ર મામલો
Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી
Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી
દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન
દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન
આધારનો AI દોસ્ત 'Aadhaar Mitra' છે શાનદાર, સરળ થઇ જશે તમારુ કામ
આધારનો AI દોસ્ત 'Aadhaar Mitra' છે શાનદાર, સરળ થઇ જશે તમારુ કામ
Embed widget