(Source: ECI/ABP News/ABP Majha)
એરંડાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, ગયા વર્ષ કરતા 50 ટકા ઉંચા ભાવ બોલાયા
એરંડાને પીલાણ કરતા તેમાંથી 40થી 60 ટકા સુધી તેલ નિકળતું હોય છે. એરંડિયા પાક મૂળ આફ્રિકા અને ભારતનો છે અને તેની માંગ વિશ્વભરમાંરહે છે.
અમદાવાદઃ આ વર્ષે એરંડાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજકોટ યાર્ડમાં દૈનિક 500થી 600 કિવન્ટલની આવક સાથે એરંડાનો ભાવ 1 હજાર 511 રૂપિયા બોલાયા. જે અત્યાર સુધીના સાર્વધિક ભાવ છે. સૌરાષ્ટ્રમાં અન્ય યાર્ડમાં પણ એરંડાના ભાવ આસમાને આંબી રહ્યા છે.
ગયા વર્ષે આ જ સમયમાં એરંડા 920થી 980ના મણ લેખે વેચાતા હતા અને અગાઉ તેના ભાવ 1 હજારની નીચે જ રહ્યા છે. વેપારીઓના મત મુજબ એરંડાની ચીન સહિત અનેક દેશોમાં માગ યથાવત રહી છે. પરંતુ તે મુજબ માલનો પુરવઠો નથી. ગુજરાતમાં માવઠાએ અન્ય પાકની સાથે એરંડાને પણ નુકસાન કર્યું છે. ઉપરાંત નિકાસ પર નિયંત્રણ નથી. એરંડાને પીલાણ કરતા તેમાંથી 40થી 60 ટકા સુધી તેલ નિકળતું હોય છે. જે મગફળી કરતા પણ વધારે વેચાય છે. એરંડિયા પાક મૂળ આફ્રિકા અને ભારતનો છે અને તેની માંગ વિશ્વભરમાંરહે છે.
ગળીના ભાવમાં સતત ઘટાડાએ ખેડૂતોને રોવડાવ્યા, 1 રૂપિયે કિલો વેચવાની ફરજ પડી
Onion Price: દેશનું સૌથી મોટું ડુંગળી ઉત્પાદક રાજ્ય (દેશમાં ડુંગળીના કુલ પુરવઠાના 40 ટકા પુરવઠા મહારાષ્ટ્રમાંથી પૂરા પાડવામાં આવે છે), મહારાષ્ટ્રના ખેડૂતો ડુંગળીના ભાવને લઈને મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રાજ્યના ખેડૂતોના મતે ડુંગળીના ઉત્પાદનની કિંમત 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જ્યારે હાલમાં રાજ્યની વિવિધ મંડીઓમાં ખેડૂતોને લઘુત્તમ 1 રૂપિયાથી લઈને વધુમાં વધુ 10 રૂપિયા સુધી ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે.
મુંબઈને અડીને આવેલા નવી મુંબઈમાં આવેલા એપીએમસી માર્કેટ (મુંબઈ કૃષિ ઉત્પદન બજાર સમિતિ)માં છેલ્લા 25 વર્ષથી બટાકા અને ડુંગળીનો વેપાર કરતા ભરત મોરે કહે છે કે ડુંગળીના સતત ઘટી રહેલા ભાવ વિશે વાત કરતાં કહે છે કે, ડુંગળીના ભાવમાં ભારે ઘટાડા માટે અનેક કારણઓ છે. જેમાં સૌથી મોટું કારણ એ છે કે આ વર્ષે ડુંગળીની ઉપજ સારી (અપેક્ષિત કરતાં વધુ) રહી છે. તે જ સમયે, તેની કિંમતમાં ઘટાડો થવાનું બીજું કારણ એ છે કે અગાઉ ખેડૂતો મર્યાદિત સંખ્યામાં ડુંગળીની ખેતી કરતા હતા. પરંતુ હવે ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 10 વર્ષનો ઇતિહાસ દર્શાવે છે કે રાજ્યમાં બજાર સમિતિઓની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યમાં સંગ્રહની મોટી સમસ્યા છે. જો યોગ્ય સંગ્રહ ઉપલબ્ધ ન હોય તો ડુંગળીની ગુણવત્તાને અસર થાય છે.
ભરત વધુમાં જણાવે છે કે જો ડુંગળીની ગુણવત્તા સારી હોય તો આજે પણ ખેડૂતોને બજારમાં અને મંડીઓમાં સારા ભાવ મળે છે. અમે "સારી ગુણવત્તા"ની ડુંગળી 12 થી 14 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદીએ છીએ. "મધ્યમ ગુણવત્તા" 8 થી 10 રૂપિયા પ્રતિ કિલો અને "નીચી ગુણવત્તા" 5 થી 6 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવે છે.