શોધખોળ કરો

Cotton Farming: ગુજરાતમાં કપાસની ખેતી કરતાં ખેડૂતો માટે કામના સમાચાર, ગુલાબી ઈયળ અને સફેદ માખીના નિયંત્રણ માટે લો આ પગલા

Gujarat Agriculture News: . કપાસનું વાવેતર કરતાં ખેડૂતો માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરીને કપાસના પાકમાં ગુલાબી ઇયળ અને સફેદ માખીના નિયંત્રણ માટેના પગલાં સૂચવવામાં આવ્યાં છે.

Cotton Farming Tips: રાજ્ય સરકાર હરહંમેશ જગતના તાતની પડખે રહી છે. ખેડૂતો માટે વાવણીથી લઈ લણણી ખેડૂતોના હિત માટે જરૂરી સૂચનો સમયાંતરે કરવામાં આવે છે. કપાસનું વાવેતર કરતાં ખેડૂતો માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરીને કપાસના પાકમાં ગુલાબી ઇયળ અને સફેદ માખીના નિયંત્રણ માટેના પગલાં સૂચવવામાં આવ્યાં છે.

કપાસના પાકમાં ગુલાબી ઇયળ (Pactiophora gossypiella) ના નિયંત્રણ માટેના પગલા

નાયબ ખેતી નિયામક, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યા મુજબ મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ફેરોમોન ટ્રેપ દીઠ 8 ફુદાં પકડાય તો કીટનાશકનો છંટકાવ કરવો જોઈએ. તેમજ ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્લી વિણી સુધી હેક્ટરે 40 પ્રમાણે ગુલાબી ઈંયળની નર ફુદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ કપાસ ઉગાડતા ખેડૂતોએ સામુહિક ધોરણે ગોઠવવા સૂચન કરવામાં આવ્યું છે.

લીંબોળીના મીંજનો ભૂકો પાંચ ટકા, 50 મિલી. લીબોળીનું તેલ તથા 10 ગ્રામ ધોવાનો પાવડર 10 લીટર પાણીમાં મીક્ષ કરી વાવણીના 5૦-6૦ દિવસ પછી છંટકાવ કરવો. જૈવિક નિયંત્રણ માટે ઈંડાની પરજીવી ટ્રાઇકોગ્રામા ભમરી @1 થી 1.5 લાખ પ્રતિ હેકટરે 15 દિવસના આંતરે ચારથી પાંચ વખત પાનની નીચેની બાજુએ ચીપકાવી વાપરી શકાય. ગુલાબી ઇયળના ઉપદ્રવ શરૂ થયા બાદ બીવેરીયા બેસીયાનાનો 25 કિલો પ્રતિ હેકટર પ્રમાણે છંટકાવ કરવો. કીટનાશકોના છંટકાવની જરૂરિયાત ઉપસ્થિત થાય તો પરજીવી ભમરી છોડ્યા બાદ 7 દિવસનો ગાળો રાખી છંટકાવ કરવો. દવાઓનો છંટકાવ કરતા પહેલાં કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફૂલ/ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો. કપાસનાં પાકમાં ફૂલ-ભમરી, જીંડવાની શરૂઆત થતા અસ્ત-વ્યસ્ત પદ્ધતિથી 100 ફૂલ ભમરી/જીંડવા તપાસવા અને તે પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા મળે તો કીટનાશક દવાનો છંટકાવ કરવો.

Cotton Farming: ગુજરાતમાં કપાસની ખેતી કરતાં ખેડૂતો માટે કામના સમાચાર, ગુલાબી ઈયળ અને સફેદ માખીના નિયંત્રણ માટે લો આ પગલા

ક્લોરપાયરીફોસ 20 ઇસી 25 મિલિ અથવા પ્રોફેનોફોસ 50 ઇસી 20 મિલિ અથવા ક્વિનાલફોસ 25 ઇસી 20 મિલિ અથવા થાયોડીકાર્બ 75 ડબલ્યુપી 20 ગ્રામ અથવા ઇન્ડોક્ઝાકાર્બ 14.5 એસસી અથવા એમામેક્ટીન બેનઝોએટ 5 એસજી 5 ગ્રામ અથવા ડેલ્ટામેથ્રીન 1.8 ઈસી અથવા સાયપરમેથ્રીન 10 ઇસી 10 મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન 5 ઇસી 10 મિલિ અથવા કલોરપાયરીફોસ 50% + સાયપરમેથ્રીન 5% ઈસી 10 મિલિ અથવા પ્રોફેનોફોસ 40% + સાયપરમેથીન 4% ઈસી 20 મિલિ પૈકી કોઇપણ એક કીટનાશક દવા 10 લિટર પાણીમાં ભેરવી છંટકાવ કરવો.

કપાસના પાકમાં સફેદ માખી (Bemisia tabaci)ના નિયંત્રણ માટેના પગલા

સફેદ માખીની વસતિ પર દેખરેખ રાખવા માટે એકર દીઠ 40 ના દરે પીળી સ્ટીકી ટ્રેપ ગોઠવવી. તેમજ કપાસના ખેતરોમાં ઉપલબ્ધ કુદરતી દુશ્મનો જેવા કે એન્કાર્લીયા ફોર્મેસા, એન્કાર્લીયા sp., કરોળિયા, સિર્ફિડ ફ્લાય, ક્રાયસોપરલા, ઢાલીયા, ડ્રેગન ફ્લાય, મેન્ટિસ, શિકારી કીડીઓ, ભમરી વગેરેને ઓળખવા, જાળવવા અને વધારવા કે જે સફેદ માખીની વસ્તીને ડામવામાં મદદરૂપ થાય છે. વર્ટીસિલિયમ લેકાની 1.15 ટકા ડબલ્યુપી 500 લિટર પાણીમાં 2.5 કિગ્રા પ્રતિ હેક્ટર પ્રમાણે ઉપયોગ કરી શકાય છે. સફેદ માખીના ઉપદ્રવ વખતે લીંબોળીની મીંજ 5૦૦ ગ્રામ (5% અર્ક) અથવા લીંબોળીનું તેલ 50 મિલિ અથવા લીમડા આધારિત કિટનાશકનો 10 મિલિ (5 ઇસી)થી 60 મિલિ (૦.૦3ઇસી) 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.

Cotton Farming: ગુજરાતમાં કપાસની ખેતી કરતાં ખેડૂતો માટે કામના સમાચાર, ગુલાબી ઈયળ અને સફેદ માખીના નિયંત્રણ માટે લો આ પગલા

કપાસની સફેદ માખીના નિયંત્રણ માટે ભલામણ કરેલ જંતુનાશકો થાયાક્લોપ્રિડ 48 એસસી 5 મિલિ, ફ્લોનિકામાઇડ 50 ડબલ્યુજી 3 ગ્રામ, ડાયફેન્ચ્યુરોન 50 ડબલ્યુપી 10 ગ્રામ, ડીનોટેફ્યુરાન 20 એસજી 10 ગ્રામ, ક્લોથીઆનિડીન 50 ડબલ્યુડીજી 4 ગ્રામ, ફીપ્રોનિલ 5 એસસી 20 મિલિ, એસીફેટ 50% + ઇમિડાક્લોપ્રીડ 1.8% એસપી 10 મિલિ, એસીફેટ 50% ફેનવેલરેટ 3% ઇસી 10 મિલિ ફીપ્રોનીલ 4% + એસીટામીપ્રીડ 4% એસસી 40 મિલિ પૈકી કોઇપણ એક કીટનાશક દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

વધુ માહિતી માટે કોનો સંપર્ક કરવો

 આ અંગે વિસ્તૃત જાણકારી માટે તમે તમારા વિસ્તારના ગ્રામસેવક, કે.વી.કે વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર - 1800 180 1551નો સંપર્ક કરવો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Elections 2024 Live: આજે મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, વડાપ્રધાન મોદીએ કરી આ અપીલ
Assembly Elections 2024 Live: આજે મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, વડાપ્રધાન મોદીએ કરી આ અપીલ
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Elections 2024 Live: આજે મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, વડાપ્રધાન મોદીએ કરી આ અપીલ
Assembly Elections 2024 Live: આજે મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, વડાપ્રધાન મોદીએ કરી આ અપીલ
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Embed widget