Agriculture News: ખેડામાં સિંચાઇનું પાણી ના મળતા ધારાસભ્યએ મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર, કરી આ માંગ
ધારાસભ્યના કહેવા મુજબ, મે પેહલા અધિકારીઓને જાણ કરી અને આયોજન કરવા સૂચન કર્યું પણ કોઈ કામગીરી કરી નહીં. જેથી મારે મંત્રીને પત્ર લખવો પડ્યો અને વેહલી તકે પાણી છોડવામાં આવે તેવી માગણી છે.
Gujarat Agriculture News: ખેડામાં સિંચાઇનું પાણી ન મળતાં ધારાસભ્યએ (MLA wrote letter) મંત્રી કુંવરજી બાવળિયાને (Kunvarji Bavliya) પત્ર લખ્યો છે. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે (Matar MLA Kalpesh Parmar) મંત્રી કુવળજી બાવળિયાને પત્ર લખ્યો છે. જેમાં તેમણે અધિકારીઓની કામગીરી પણ સવાલો ઉઠાવ્યા હતા. ધારાસભ્ય કલ્પેશ પરમારે અધિકારીઓના આયોજનના અભાવે સ્થિતિ થઈ હોવાનું જણાવ્યું છે.
ધારાસભ્યએ કહ્યું, માતર, વસો અને ખેડા તાલુકામાં કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું નથી. મારો મત વિસ્તાર માતર વિધાનસભા અને મારી બાજુમાં સોજીત્રા વિધાનસભા તે મુખ્યત્વે ડાંગરના પાક પર નિર્ભર (Dependent on the paddy crop) છે. મારા કાર્યાલય પર ખેડૂતો પાણીની માંગણીઓ કરવા આવે છે. હાલમાં ડાંગરના ધરુંને પાણી ખૂબ જરૂર હોય છે અને તે સિંચાઇના પાણીથી તૈયાર થાય છે. ધારાસભ્યના કહેવા મુજબ, મે પેહલા અધિકારીઓને જાણ કરી અને આયોજન કરવા સૂચન કર્યું પણ કોઈ કામગીરી કરી નહીં. જેથી મારે મંત્રીને પત્ર લખવો પડ્યો અને વેહલી તકે પાણી છોડવામાં આવે તેવી માગણી છે.
ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2019માં ખેડૂતો માટે શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ખેડૂતોને વાર્ષિક રૂ. 6000નો આર્થિક લાભ આપવામાં આવી રહ્યો છે. યોજનાની રકમ દર ચાર મહિને રૂ. 2000ના ત્રણ હપ્તામાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય છે. અત્યાર સુધીમાં, સરકારે આ યોજના હેઠળ 9 કરોડથી વધુ ખેડૂતોને લાભ આપ્યો છે. તો હવે ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર છે કે યોજના હેઠળ મળતી 6000 રૂપિયાની રકમમાં હવે વધારો થઈ શકે છે. એટલે કે યોજના હેઠળ 6000 રૂપિયાની રકમ વધારીને 8000 રૂપિયા કરવાનો વિચાર ચાલી રહ્યો છે. આ અંગે સરકારની શું યોજના છે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, સરકાર દ્વારા આ યોજના સાથે સંકળાયેલા ખેડૂતોને વાર્ષિક ₹6000 આપવામાં આવે છે, તાજેતરમાં જ આ યોજનાનો 17મો હપ્તો ખેડૂતોને જાહેર કરવામાં આવ્યો છે. આનાથી લગભગ 9 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે. તો હવે ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે કે યોજના હેઠળ ઉપલબ્ધ 6000 રૂપિયાની રકમ હવે વધારીને 8000 રૂપિયા થઈ શકે છે. આગામી બજેટમાં સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લઈને તેની જાહેરાત કરી શકે છે. જો આમ થશે તો સરકારી તિજોરી પર 20 હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.