Gujarat Assembly: અમદાવાદ જિલ્લામાં 1590 ખેડૂતોની તાલીમ પાછળ રાજ્ય સરકારે કેટલો કર્યો ખર્ચ ?
Gujarat Agriculture News: રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય અને આર્થિક રીતે સદ્ધર બને એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે.
Gujarat Assembly: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આજે વિધાનસભા ખાતે અમદાવાદ જિલ્લામાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1590 ખેડૂતોને સંસ્થાકીય તાલીમ આપવામાં આવી છે જેમાં 780 મહિલાઓ અને 810 પુરુષોનો સમાવેશ થાય છે. આ પાછળ રૂ. 19,73,166નો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરાયો છે.
તાલીમમાં આપવામાં આવે છે સંશોધન તથા વૈજ્ઞાનિક ઢબે ટેકનોલોજીનું માર્ગદર્શન
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય અને આર્થિક રીતે સદ્ધર બને એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિલક્ષી કૌશલ્ય તાલીમ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને સંસ્થાકીય,પ્રિસીઝનલ તથા અન્ય માર્ગદર્શન માટે તાલીમ પૂરી પાડવામાં આવે છે. રાજ્યમાં કાર્યરત ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં ખેતી માટે થતા સંશોધનો તથા વૈજ્ઞાનિક ઢબે ટેકનોલોજીના માધ્યમ દ્વારા માર્ગદર્શન મળી રહે એ માટેનું સંપૂર્ણ માર્ગદર્શન આ તાલીમમાં પુરૂ પાડવામાં આવે છે.
ખેતી આજે બન્યો છે એક ઉદ્યોગ
મંત્રીએ ઉમેર્યું કે, આ તાલીમનો મુખ્ય હેતુ પ્રવર્તમાન ટેકનોલોજીના યુગમાં વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને પાક ઉત્પાદન વધે એ આશયથી થતા સંશોધનો અને ટેકનોલોજીનું મહત્તમ માર્ગદર્શન આપવામાં આવે છે.જેમાં સંસ્થાકીય તાલીમ તથા પ્રિસીઝનલ તાલીમ કાર્યક્રમ,રાજ્ય બહાર પ્રવાસ કાર્યક્રમ સહિતના પ્રયાસો સરકાર દ્વારા કરાય છે. આ તાલીમના પરિણામે ખેડૂતો સારી રીતે ખેતી કરીને પાક ઉત્પાદન વધારી શકે છે. ખેતી આજે એક ઉદ્યોગ તરીકે બન્યો છે ત્યારે નવી ટેકનોલોજી, બજાર વ્યવસ્થા, બજાર ભાવ સહિતની માહિતી તાલીમમાં આપવામાં આવે છે. આધુનિક યુગમાં મહિલાઓ પણ વિકાસમાં સહભાગી બની રહી છે ત્યારે મહિલાઓને પણ આ પ્રકારની તાલીમ આપીને આર્થિક રીતે સધ્ધર કરવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
પંચમહાલામાં બનેવીએ કરી સાળાની હત્યા
પંચમહાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનેવીએ સાળાની હત્યા કરી છે. સાળા બનેવી વચ્ચે પારિવારિક તકરાર મોતનું કારણ બન્યું છે. શહેરા તાલુકાના નવાગામ ગામનો બનાવ છે. બહેનને મારઝૂડ કરતો હોવાને લઈ ઠપકો આપતા ઉશ્કેરાયેલા બનેવીએ ગળાનાં ભાગે તીક્ષણ હથિયાર મારી સાળાને મોતને ઘાટ ઉતાર્યો હતો. શહેરા પોલીસે આરોપી પિતા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.