Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 50,000 ગામડાઓમાં 58 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે
Svamitva Sampatti Card: સરકારે ગ્રામીણ ભારતમાં મિલકતોને કાયદેસર બનાવવા અને તેને આર્થિક વિકાસનો આધાર બનાવવા માટે સરકારે સ્વામિત્વ યોજના હેઠળ 2.19 કરોડ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ યોજના માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થશે. પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે કહ્યું કે આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સંપત્તિના અધિકારો આપવામાં અને તેમને બેન્કમાંથી લોન લેવા માટે ઉપયોગી બનાવવામાં મદદ કરશે.
પીએમ મોદી પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે
27 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 50,000 ગામડાઓમાં 58 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. અત્યાર સુધીમાં સરકારે સ્વામિત્વ યોજના હેઠળ 1.37 કરોડ પ્રોપર્ટી કાર્ડ જાહેર કર્યા છે
સ્વામિત્વ યોજનાનો હેતું
આ યોજના એપ્રિલ 2020માં વડાપ્રધાન મોદીએ શરૂ કરી હતી. તેનો ઉદ્દેશ્ય ગામડાઓના વસ્તીવાળા વિસ્તારોમાં મિલકતોના રેકોર્ડ બનાવવાનો છે. આ યોજના સાથે ગ્રામીણ ભારતના લોકોને તેમની મિલકતોની માલિકીના હક્ક મળવાનું શરૂ થશે.
વાસ્તવમાં મિલકતના અધિકારો અંગે સ્પષ્ટતાના અભાવે ગ્રામીણ લોકો તેમની મિલકત ગીરવે મુકીને બેન્કો પાસેથી લોન લઈ શકતા નથી. આ સમસ્યાના નિરાકરણ માટે સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે.
ડ્રોન ટેક્નોલોજી દ્વારા સર્વે કરવામાં આવશે
સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન અને જીઆઈએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જમીનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ યોજનામાં 3.44 લાખ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી 92 ટકા એટલે કે 3.17 લાખ ગામોનો સર્વે કરવામાં આવ્યો છે. કુલ 6.62 લાખ ગામોમાંથી 3.44 લાખ ગામોને યોજના હેઠળ લક્ષ્યાંકિત કરવામાં આવ્યા છે.
યોજનાના ફાયદા શું છે?
સંપત્તિનું મુદ્રીકરણ થશે.
બેન્કમાંથી લોન લેવામાં સરળતા રહેશે.
મિલકત સંબંધિત વિવાદો ઓછા થશે.
ગ્રામ્ય સ્તરે વધુ સારું આયોજન કરી શકાય.
2026 સુધીમાં કામ પૂર્ણ થશે.
સરકારનું લક્ષ્ય આ યોજના માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ હવે તે માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થશે. આ વિલંબનું કારણ એ છે કે ઘણા રાજ્યોમાં પ્રોપર્ટી કાર્ડ આપવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.
આ રાજ્યોએ ભાગ લીધો ન હતો?
પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગણા, મેઘાલય અને નાગાલેન્ડે આ યોજનામાં ભાગ લીધો ન હતો. તમિલનાડે આ યોજના હેઠળ માત્ર એક પાયલોટ પ્રોજેક્ટ કર્યો હતો.
શું છે રેલવેની વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના, જાણો કોને મળે છે તેનો ફાયદો?