Marigold Flower Farming: ગલગોટાની ખેતી કરીને વર્ષે લાખો રૂપિયા કમાઈ શકે છે ગુજરાતના ખેડૂતો, જાણો વિગત
Flower Farming: હવામાનમાં આવેલા પરિવર્તનના કારણે ગુજરાતના ઘણા ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયત ખેતી તરફ વળ્યા છે.
Flower Farming: હવામાનમાં આવેલા પરિવર્તનના કારણે ગુજરાતના ઘણા ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયત ખેતી તરફ વળ્યા છે. બાગાયત ખેતીમાં ફૂલોની ખેતી કરીને ખેડૂતો લાખોની કમાણી કરી શકે છે. જેમાં ગલગોટાની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે શકે છે. ગલગોટાની માંગ બારેમાસ રહેતી હોય છે.
ગલગોટાની ખેતી માટે એક હેકટરમાં કેટલા કિલો બીજની જરૂરિયાત
એક હેક્ટર ખેતરમાં ગલગોટાના ફૂલની ખેતી માટે 1 કિલો બીજની જરૂરિયાત રહે છે. ગલગોટાના ફૂલની નર્સરી તૈયાર કરવામાં આવે છે. તે બાદ ગલગોટાના છોડને 4 પાન આવ્યા બાદ તેને રોપવામાં આવે છે. 35-40 દિવસમાં ગલગોટાના ફૂલ પર કળીઓ આવવા લાગે છે. ફૂલના સારા ઉત્પાદન માટે પહેલી કળી આવ્યા બાદ તેને 2 ઈંચ નીચેથી તોડી દેવી જોઈએ. તેનાથી ગલગોટામાં એકસાથે અનેક કળીઓ આવવા લાગે છે. બાગાયત વિભાગ તમામ ઋતુમાં ખેડૂતોને ખેતી કરવામાં મદદ કરે છે.
એક વર્ષમાં કેટલી થઈ શકે કમાણી
તમારી પાસે ખેતીલાયક 1 એકર જમીન છે તો તમે વાર્ષિક રૂ. 5-6 લાખની કમાણી કરી શકો છો. એક એકર ખેતરમાં દર અઠવાડિયે 3 ક્વિન્ટલ ફૂલને ઉગાડી શકાય છે. ખુલ્લા બજારમાં આ ફૂલની કિંમત પ્રતિ કિલોગ્રામ રૂ. 70-100 હોય છે. દર અઠવાડિયે રૂ. 20-25 હજારની કમાણી થઈ શકે છે. દર વર્ષે ત્રણ વાર ગલગોટાના ફૂલની ખેતી કરી શકાય છે. એક વાર આ ફૂલની ખેતી કર્યા બાદ બે વર્ષ સુધી ફૂલ ચૂંટી શકાય છે. 1 એકર જમીનમાં ખેતી કરવાથી આખા વર્ષ દરમિયાન રૂ. 1 લાખ સુધીનો ખર્ચ થાય છે.
ગલગોટાના ફૂલ અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે બ્રાઉન, સ્કાઉટ, ગોલ્ડન, બટરસ્કોચ, સ્ટાર ઓફ ઈન્ડિયા, યેલો ક્રાઉન, રેડ હેટ, બટરવાલ અને ગોલ્ડન જેમ છે. કલકત્તામાં સરળતાથી ગલગોટાના બીજ મળે છે. અનેક ખેડૂતો વર્ષમાં ચાર ચાર વાર ગલગોટાની ખેતી કરી રહ્યા છે, એટલે કે વર્ષમાં ચાર વાર ખેતરમાં બીજ રોપીને ચાર વખત કમાણી કરે છે. 40 દિવસમાં ગલગોટાના ફૂલ ઉગવા લાગે છે. આ ફૂલ યોગ્ય રીતે વિકસિત થયા બાદ છોડ પરથી તોડવા જોઈએ. નિષ્ણાંતો અનુસાર સવારે અથવા સાંજે ફૂલને તોડવા જોઈએ.
લગ્ન તથા અનેક શુભ પ્રસંગોમાં ગલગોટાના ફૂલનો ઉપયોગ થાય છે. આ ફૂલનો ડેકોરેશન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામીન સી રહેલું છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વૃદ્ધિ થાય છે. ત્વચાની સમસ્યાઓના ઈલાજમાં અને ગંભીર રોગની દવાઓ બનાવવા માટે પણ આ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. ગલગોટાના ફૂલની ખેતી કરીને બિઝનેસ કરવાથી તમને ખૂબ જ લાભ થઈ શકે છે. હ્રદય રોગ, કેન્સર અને સ્ટ્રોકની સમસ્યામાં ગલગોટાના ફૂલના રસનો ઉપયોગ કરવાથી તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ફૂલથી અત્તર અને અગરબત્તી પણ બનાવી શકાય છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના બાગાયતી પાકો
ગુજરાતના બાગાયતી પાકો હવે ગુજરાતની ઓળખ બની ગયા છે. જાણો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જમીન અને વરસાદના પ્રમાણમાં લેવાતાં બાગાયતી પાકો વિશે.
- ફળઃ આંબા, ચીકુ, પપૈયા, નાળિયાર, બોરડી, સીતાફળ
- શાકભાજીઃ ડુંગળી, ટમેટા, કાકડી, કોબીજ, ફ્લાવર, ભીંડા
- મસાલાઃ મરચાં, જીરું, સલણ, મેથી
- ફૂલોઃ ગલલોટા, ગુલાલ, ગેલાર્ડિયા
- ઔષધીય અને સુગંધિતઃ ઈસબગુલ, સફેદ મૂસળી, સેના, કુંવારપાઠું