![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Farmers Scheme: ગુજરાતમાં 14 લાખથી વધુ ખેડૂતોએ આ સહાય મેળવવા કરી છે અરજી, જાણો કયા જિલ્લામાંથી મળી સૌથી વધુ અરજી
Gujarat Farmers Scheme: ખેતીમાં મલ્ટીપર્પઝ ઉપયોગ કરી શકાય તે માટે ખેડૂતોને વધુ પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકાર દ્વારા 200 લીટરનું ડ્રમ અને 10 લિટરના બે પ્લાસ્ટિકના ટબની ખરીદી માટે સહાય આપવામાં આવે છે
![Gujarat Farmers Scheme: ગુજરાતમાં 14 લાખથી વધુ ખેડૂતોએ આ સહાય મેળવવા કરી છે અરજી, જાણો કયા જિલ્લામાંથી મળી સૌથી વધુ અરજી Gujarat Farmers Scheme: more then 14 lakh farmers apply for drum and tub benefit scheme in Gujarat Gujarat Farmers Scheme: ગુજરાતમાં 14 લાખથી વધુ ખેડૂતોએ આ સહાય મેળવવા કરી છે અરજી, જાણો કયા જિલ્લામાંથી મળી સૌથી વધુ અરજી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/29/d5c1ded821f8015cd3dd4bc0982e5a59_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Farmers Scheme: ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ખેતીની કામગીરીમાં ઉપયોગી થાય તે માચે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પ્લાસ્ટિકના ટબ અને ડ્રમ આપવા નક્કી કર્યુ હતું. ગુજરાતમાંથી 14 લાખ કરતાં વધુ ખેડૂતોએ ડ્રમ અને ટબ મેળવવા માટે અરજી કરી હતી પરંતુ આજદિન સુધી મળ્યા નથી. સરકારે જાહેરાત કર્યાના નવ મહિના થઈ ગયા હોવા છતાં યોજનાના અમલને લઈ કોઈ ઠેકાણા નથી.
કેટલી મળી અરજી
ખેતીમાં મલ્ટીપર્પઝ ઉપયોગ કરી શકાય તે માટે ખેડૂતોને વધુ પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકાર દ્વારા 200 લીટરનું ડ્રમ અને 10 લિટરના બે પ્લાસ્ટિકના ટબની ખરીદી માટે રૂ. 2,૦૦૦ની સહાય આપવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતના 14,03,945 ખેડૂતોએ અરજી કરી છે. રૂ.1534ના ભાવનું ડ્રમ 2157 રૂપિયામાં ખરીદવા નક્કી કરાયું હોવા છતાં કોઈ ઠેકાણા નથી.
આ જિલ્લામાંથી સૌથી વધુ અરજી
અમરેલી જિલ્લામાંથી સૌથી વધુ 93,235 અરજી મળી છે. જ્યારે રાજકોટમાંથી 88,957, મહેસાણામાંથી 85,265, ભાવનગરમાંથી 78,352, જૂનાગઢમાંથી 77277 અને બનાસકાંઠામાં 75,164 અરજી મળી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં સ્વીકાર કર્યો કે જ્રમ અને ટબ માટે ટેન્ડર પ્રક્રિયાના કારણે વિલંબ થયો છે. ગ્રાસ રૂટ સુધીની વિતરણ વ્યવસ્થા હોવાના લીધે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝને ટબ અને ડ્રમ વિતરણ માટે કામગીરી સોંપાઈ છે.
આ પણ વાંચોઃ
Cashew Farming: લખપતિ નહીં કરોડપતિ પણ બની શકશો, કાજુની ખેતીથી આ રીતે થઈ શકો છો માલામાલ
ગુજરાત સરકાર ખેડૂતોને ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા આપે છે આટલી સહાય, જાણો વિગત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)