શોધખોળ કરો

Dragon Fruit : ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, જાણો શું છે સમાચાર

Gujarat News : કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન તરીકે આપવામાં આવનાર સહાય સીધીજ ખેડૂતના ખાતામાં DBTથી ચૂકવવામાં આવશે.

GANDHINAGAR : ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું કે કમલમ ફળ એટલે કે ડ્રેગનફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોને કુલ રૂ.1000 લાખ તેમજ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને રૂ.650 લાખની આર્થિક સહાય કરવામાં આવશે.  

હેક્ટર દીઠ 3 લાખ અને 4.50 લાખની સહાય 
ડ્રેગનફ્રૂટનું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ 3 લાખની  સહાય અને અનુ.જન.જાતિ-અનુ.જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ 4.50 લાખની સહાય કરવામાં આવશે.  

CHD અંતર્ગત ખેડૂતોને 650 લાખની સહાય 
આ ઉપરાંત કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના સાધનોમાં સહાય, બાગાયતી યાંત્રીકરણ માટે, બાગાયતી માળખાકીય સુવિધા ઉભા કરવા, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક આવરણ જેવા વિવિધ ઘટકોમા આર્થિક સહાય માટે વ્યક્તિગત ખેડૂત, FPO, FPC, રજીસ્ટર્ડ ટ્રસ્ટને મહત્તમ કુલ 50 લાખની સહાય માટે કુલ રૂ.650 લાખનો કાર્યક્રમ શરૂ કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો  છે. આ પ્રોત્સાહન સહાય માટે રાજ્ય સરકાર દ્વારા બંને કાર્યક્રમો માટે કુલ રૂ.1650 લાખની માતબર રકમ ફાળવવામાં આવી છે.

રાજ્યના ખેડૂતોને થશે મોટો ફાયદો 
ડ્રેગનફ્રૂટમાં મહત્વના વિટામિન્સ અને મીનરલ્સ સારી માત્રામાં રહેલા હોઈ વાવેતર માટે સહાયના કાર્યક્રમથી આ પાક હેઠળનો વિસ્તાર ઝડપથી વધારી શકાય તેમ છે, તેમજ પરદેશમાંથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય તેમ છે.  ગુજરાતના તાત-ખેડૂતને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી નાણાકીય સહાય મળે તો ગુજરાતનો ખેડૂત અન્ય દેશોમાં નિકાસ દ્વારા વિદેશી હુંડીયામણ કમાવવાની વિપુલ તકો મળશે.  કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન તરીકે આપવામાં આવનાર સહાય સીધીજ ખેડૂતના ખાતામાં DBTથી ચૂકવવામાં આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ

'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર

ABP Premium

વિડિઓઝ

Surat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારોCM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાતBoard Exam: ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પરીક્ષા કાર્યક્રમમાં થયો ફેરફાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ

Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ

દુનિયામાં નવી બીમારી 'Disease X' ની એન્ટ્રી, અત્યાર સુધી 140 લોકોને ભરખી ગઇ, જાણી લો લક્ષણો અને સાવચેતી વિશે

SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ

Embed widget