Kesar Mango Price: કેસર કેરી પર પડ્યો Tauktae વાવાઝોડાનો માર, ભાવ થયો બમણો
Kesar Mango Price: ગત વર્ષે કેસર કેરીના બોક્સનો ભાવ બજારમાં 700 થી 1200 રૂપિયા હતો, જે આ ચાલુ વર્ષે સીઝનની શરૂઆતમાં જ 1000 થી 1500 રૂપિયા છે.
Mango Price Hike: કેસર કેરી ખાવાના શોખીનો માટે માઠા સમાચાર છે. આ વખતે કેરીના ભાવમાં બમણો વધારો થયો છે. તૌક્તે વાવાઝોડાના કારણે આંબાના ઝાડ મૂળમાં ઉખડી જવા કે ડાળીઓ ફસાઈ જવાના કારણે આ વર્ષે પૂરતો ફાલ આવ્યો નથી. કેસર કેરીનું જૂનાગઢના બજારમાં આગમન થઈ ગયું છે પરંતુ ભાવ ગત વર્ષ કરતાં વધારે છે. માંગની સામે ઓછો પૂરવઠો અને મોંઘવારીની અસર ભાવ પર જોવા મળી છે.
ગત વર્ષે શું હતો ભાવ
ગત વર્ષે કેસર કેરીના બોક્સનો ભાવ બજારમાં 700 થી 1200 રૂપિયા હતો, જે આ ચાલુ વર્ષે સીઝનની શરૂઆતમાં જ 1000 થી 1500 રૂપિયા છે. ખેડૂતોના કહેવા મુજબ તૌક્તે વાવાઝોડાના કારણે કેરીના બગીચા બરબાદ થઈ ગયા છે. બગીચા તૈયાર થવામાં પાંચેક વર્ષ લાગે છે. વાવાઝોડાના કારણે કેરીની ખેતી કરતાં ખેડૂતોને આશરે 2000 કરોડનું નુકસાન થયું છે.
વાવાઝોડાએ બરબાદ કર્યો પાક
ગુજરાતમાં આ વર્ષે 10 થી 12 લાખ મેટ્રિક ટન કેસર કેરીના ઉત્પાદનની સંભાવના હતી. પરંતુ વાવાઝોડાએ બધું તહસ-નહસ કરી નાંખ્યું છે. અનેક વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા છે, જેના કારણે પાક બરબાદ થયો છે.
નવસારી કેસર, વસલાડી આફૂસનું આગમન
તાલાલાની કેસર બજારમાં આવતાં થોડો સમય લાગશે. તાલાલાની કેસર કેરી સાઇઝમાં મોટી હોય છે, જેના કારણે તે લોકપ્રિય છે. હાલ બજારમાં નવસારીની કેસર અને વલસાડી આફૂસની આવક ધીમે ધીમે શરૂ થઈ છે.
આ પણ વાંચોઃ
Cashew Farming: લખપતિ નહીં કરોડપતિ પણ બની શકશો, કાજુની ખેતીથી આ રીતે થઈ શકો છો માલામાલ
ગુજરાત સરકાર ખેડૂતોને ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા આપે છે આટલી સહાય, જાણો વિગત