'ખેડૂતો માટે ખુશખબર', આવતા મહિનાની આ તારીખે ખેડૂતોના ખાતામાં આવી જશે 2000 રૂ.નો હપ્તો
PM Kisan Nidhi 18th Installment Date: દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે. પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે
PM Kisan Nidhi 18th Installment Date: દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે. પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર, 18મા હપ્તાની રકમ 5 ઓક્ટોબર, 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
જો તમે પણ PM કિસાન યોજનાના લાભો મેળવવા માટે નોંધણી કરાવી હોય, તો તમારે શક્ય તેટલી વહેલી તકે E-KYC કરાવવું જરૂરી છે. યોજનાના નિયમો અનુસાર, ફક્ત તે ખેડૂતો જ આ યોજનાનો લાભ મેળવી શકશે જેમની ઈ-કેવાયસી અને જમીનની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. જે ખેડૂતો ઇ-કેવાયસી કરાવતા નથી તેમને હપ્તાની રકમ મળશે નહીં.
પીએમ કિસાન યોજનાનો લાભ
આ યોજના હેઠળ દરેક ખેડૂતને વાર્ષિક 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે, જેને ત્રણ હપ્તામાં વહેંચવામાં આવે છે. દરેક હપ્તામાં 2000 રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં જમા થાય છે. મતલબ કે દર વર્ષે ખેડૂતોને ત્રણ વખત સહાય મળે છે. ગયા વર્ષે જૂન 2024 માં સરકારે 17મો હપ્તો જાહેર કર્યો હતો, જેનાથી ખેડૂતોને રાહત મળી હતી.
ઇ-કેવાયસી કઇ રીતે કરશો -
સૌથી પહેલા પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
વેબસાઇટ પર 'Farmers Corner'નો વિકલ્પ પસંદ કરો.
અહીં તમને 'e-KYC'નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
હવે તમારો આધાર નંબર દાખલ કરો અને 'Get OTP' પર ક્લિક કરો.
રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલો OTP દાખલ કરો અને સબમિટ કરો.
કામની વાત -
ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાનો લાભ મેળવી શકશે. સરકારની આ પહેલથી ખેડૂતોને આર્થિક મદદ તો મળશે જ પરંતુ તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે.
તમામ ખેડૂતોએ સમયસર ઈ-કેવાયસી કરાવવામાં બેદરકારી ના રાખવી જોઈએ, જેથી તેઓ યોજનાનો લાભ મેળવી શકે. ખેડૂતો માટે આ એક સુવર્ણ તક છે અને તેઓએ તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે. તમામ ખેડૂતો આતુરતાપૂર્વક 5મી ઓક્ટોબરે ફંડ ટ્રાન્સફર પ્રક્રિયા થવાની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો
હરિયાણા ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધારવાની તૈયારીમાં ખેડૂતો, કરી દીધી આ મોટી જાહેરાત