BJP Parliamentary Board: ભાજપે સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિની જાહેરાત કરી, આ દિગ્ગજોની કરાઈ હકાલપટ્ટી
BJP Parliamentary Board: મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સંસદીય બોર્ડમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
BJP Parliamentary Board: ભાજપે તેની સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સંસદીય બોર્ડમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. જેપી નડ્ડા આ સંસદીય બોર્ડ અને ભાજપની ચૂંટણી સમિતિના અધ્યક્ષ રહેશે. સર્બાનંદ સોનોવાલ અને બીએસ યેદિયુરપ્પાને ભાજપ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સંસદીય બોર્ડ ભાજપની સૌથી શક્તિશાળી સંસ્થા છે. પાર્ટીના તમામ મોટા નિર્ણયો આ બોર્ડ દ્વારા લેવામાં આવે છે.
New additions to BJP Parliamentary Board - BS Yediyurappa, Sarbananda Sonowal, K Laxman.
— ANI (@ANI) August 17, 2022
The Board, headed by the party's national president JP Nadda, will also have PM Narendra Modi, Defence Minister Rajnath Singh and Union Home Minister Amit Shah. pic.twitter.com/RXbRfDDetz
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને સંસદીય બોર્ડમાં સ્થાન મળ્યું નથી, પરંતુ તેમને અન્ય શક્તિશાળી સંસ્થા ચૂંટણી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેમના સિવાય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને રાજસ્થાનના વતની ઓમ માથુરને પણ આ ચૂંટણી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.
BJP releases a list of members of the party's Central Election Committee (CEC).
— ANI (@ANI) August 17, 2022
Maharashtra Deputy CM Devendra Fadnavis included in the Committee. pic.twitter.com/wvUJAvoNzA
ભાજપ સંસદીય બોર્ડની સંપૂર્ણ યાદી
- જગત પ્રકાશ નડ્ડા (પ્રમુખ)
- નરેન્દ્ર મોદી
- રાજનાથ સિંહ
- અમિત શાહ
- બી. એસ યેદિયુરપ્પા
- સર્બાનંદ સોનોવાલ
- કે લક્ષ્મણ
- ઈકબાલસિંહ લાલપુરા
- સુધા યાદવ
- સત્યનારાયણ જટિયા
- બી એલ સંતોષ (સચિવ)
ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિ
- જગત પ્રકાશ નડ્ડા (પ્રમુખ)
- નરેન્દ્ર મોદી
- રાજનાથ સિંહ
- અમિત શાહ
- બી. એસ. યેદિયુરપ્પા
- સર્બાનંદ સોનોવાલ
- કે. લક્ષ્મણ
- ઈકબાલસિંહ લાલપુરા
- સુધા યાદવ
- સત્યનારાયણ જટિયા
- ભૂપેન્દ્ર યાદવ
- દેવેન્દ્ર ફડણવીસ
- ઓમ માથુર
- બી.એલ.સંતોષ (સચિવ)
- વનથી શ્રીનિવાસ (પદાધિકારી)