Gujarat Election : કોંગ્રેસના બે દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં, કહ્યું, કોંગ્રેસમાં અમે મૂંઝવણ અનુભવતા હતા
કોંગ્રેસના બે પૂર્વ નેતાઓએ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે. પૂર્વ ગૃહ રાજયમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર ભાજપમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.
![Gujarat Election : કોંગ્રેસના બે દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં, કહ્યું, કોંગ્રેસમાં અમે મૂંઝવણ અનુભવતા હતા Gujarat Election : Senior Gujarat Congress leaders Naresh Raval and Raju Parmar join BJP Gujarat Election : કોંગ્રેસના બે દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં, કહ્યું, કોંગ્રેસમાં અમે મૂંઝવણ અનુભવતા હતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/17/7f11405e78af7cce8e7b2c990f6fab1b166072701429173_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ કોંગ્રેસના બે પૂર્વ નેતાઓએ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે. પૂર્વ ગૃહ રાજયમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર ભાજપમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. નરેશ રાવલ અને રાજુ પરમારને સી આર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા. રાજુ પરમારે કહ્યું કે, પહેલાની કોંગ્રેસ અને હાલની કોંગ્રેસ મા ઘણો ફેર છે. કોંગ્રેસમા સિનિયર નેતાઓની અવગણના થાય છે.
Senior Gujarat Congress leaders Naresh Raval and Raju Parmar join BJP in the presence of state BJP chief CR Paatil in Gandhinagar. pic.twitter.com/ufcAr5yrtC
— ANI (@ANI) August 17, 2022
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ નરેશ રાવલે પ્રેસ કોંફર્સનમા કર્યો અપશબ્દનો પ્રયોગ. કહ્યું ભાજપે ઝંડા યાત્રા નીકાળી તો પાછળ પાછળ કોંગ્રેસે પણ જખ મારીને ઝંડા યાત્રા નિકાળવી. હું કોઈ માગણી વગર બિન શરતી રીતે જોડાયો છું. કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વમા ગુજરાત પ્રત્યે ખૂબ જ ખરાબ વર્તન છે. કોંગ્રેસમાં અમે મૂંઝવણ અનુભવતા હતા.
2024ની લડાઈ શરૂ, વિશ્વગુરુના જવાબમાં દિલ્હીના સીએમ કેજરીવાલનું નવું સૂત્ર - મેક ઈન્ડિયા નંબર. 1
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ભારતને નંબર વન બનાવવા માટે 'મેક ઈન્ડિયા નંબર-1' અભિયાન શરૂ કર્યું. અગાઉ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્રની મોદી સરકાર ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત કરતી રહી છે. સીએમ કેજરીવાલના મેક ઈન્ડિયા નંબર વન અભિયાનને મોદી સરકારના ભારતને વિશ્વગુરુ બનાવવાના અભિયાનના પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહ્યું છે. 2024માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને ભાજપ બે વખત પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. આગામી ચૂંટણીને હજુ સમય છે, પરંતુ તમામ પક્ષો ચૂંટણી માટે કમર કસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સીએમ કેજરીવાલના મેક ઈન્ડિયા નંબર વન અભિયાનને 2024ની ચૂંટણીની તૈયારીઓનો ભાગ માનવામાં આવી રહ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અભિયાનને લઈને કાર્યક્રમમાં કહ્યું કે અમે એક મિશન શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે - મેક ઈન્ડિયા નંબર 1. 75 વર્ષમાં લોકોમાં ગુસ્સો છે. લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જર્મની, જાપાન અને સિંગાપોર આપણાથી આગળ નીકળી ગયા છે. આપણે કેમ પાછળ છીએ? શું આપણે કોઈથી ઓછા છીએ? ભગવાને ભારતને બધું જ આપ્યું છે. ભગવાને ભારતમાં સૌથી ઝડપી લોકો બનાવ્યા છે. આ દેશમાં કોઈએ પરિવારને લૂંટવો છે તો કોઈએ દેશને લૂંટવો છે.
સીએમ કેજરીવાલે કહ્યું, "દેશનો દરેક માણસ ઇચ્છે છે કે ભારત વિશ્વમાં નંબર વન બને. દરેક ભારતીય ઈચ્છે છે કે ભારતની ગણતરી વિશ્વના સમૃદ્ધ દેશોમાં થવી જોઈએ. દરેક ભારતીય ઈચ્છે છે કે ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર બને. દરેક ભારતીય ઈચ્છે છે કે ભારત શ્રેષ્ઠ રાષ્ટ્ર બને. મિત્રો, ભારત એક મહાન દેશ છે. ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે. એક સમય હતો જ્યારે ભારતનો ડંકો આખી દુનિયાની વાગતો હતો. આપણે ભારતને ફરીથી વિશ્વનો નંબર વન દેશ બનાવવો છે. આજે આપણે એક રાષ્ટ્રીય મિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ મિશનનું નામ છે – મેક ઇન્ડિયા નંબર. 1 (ભારતને નંબર વન બનાવો). આ મિશન સાથે 130 કરોડ લોકોને જોડવાના છે. આ દેશના દરેક નાગરિકને આ મિશન સાથે જોડવાનું છે. આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે. આ 75 વર્ષમાં અમે ઘણું બધું હાંસલ કર્યું છે. ભારતે ઘણું બધું મેળવ્યું છે, પરંતુ લોકોની અંદર ગુસ્સો છે, લોકોની અંદર આક્રોશ છે, લોકોની અંદર એક પ્રશ્ન છે કે આ 75 વર્ષમાં.. આવા ઘણા દેશો છે, નાના દેશો છે જે આપણા પછી સ્વતંત્ર થયા છે. અને આપણાથી આગળ નીકળી ગયા.
સીએમ કેજરીવાલે સિંગાપોર, જાપાન અને જર્મની આગળ હોવાનો ઉલ્લેખ કર્યો અને સવાલ કર્યો કે આપણે પાછળ કેમ રહી ગયા?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)