Natural Farming: પ્રાકૃતિક ખેતીમાં ઉત્તમ ખાતર અને રક્ષક તરીકે ઉપયોગી છે આ વૃક્ષ, UN એ જાહેર કર્યું છે 21મી સદીનું વૃક્ષ
Natural Farming: લીમડાથી બનતું કાર્બનિક ખાતર એટલે કે નીમ કેક જ્યારે પાકમાં નાંખવામાં આવે છ ત્યારે જ નહીં પરંતુ, લાંબા સમય સુધી છોડના વિકાસમાં મોટો ભાગ ભજવે છે.
Natural Farming: પ્રાકૃતિક કૃષિ એટલે તર્કસંગત કૃષિ. પ્રકૃતિના નિયમોને જાણી, પ્રકૃતિને પોતાની રીતે વિકસીત થવામાં મદદરૂપ ખેતી. પ્રાકૃતિક કૃષિમાં પિયત વ્યવસ્થા આવા જ તર્ક અને તારણોથી ગોઠવવામાં આવી છે જેથી સંસાધનોનો બચાવ પણ થાય અને ઉત્પાદન પણ વધે.ગુજરાતનો ખેડૂત હવે આધુનિક બન્યો છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે. ગાય આધારિત ખેતી કરીને રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરીને તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડી સારી એવી કમાણી કરી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીમાં મહત્વપૂર્ણ છે લીમડો
- પ્રાકૃતિક કૃષિમાં લીમડો ઉત્તમ રક્ષક તરીકે આને ઉત્તમ ખાતર તરીકે ઉપયોગી છે.એટલે જ તો લીમડાને પ્રાકૃતિક કૃષિના કલ્પવૃક્ષ તરીકે જોવામાં આવે છે. UN પણ લીમડાને એકવીસમી સદીના વૃક્ષ તરીકેની ઓળખ આપી ચૂક્યું છે.
- લીમડાથી બનતું કાર્બનિક ખાતર એટલે કે નીમ કેક જ્યારે પાકમાં નાંખવામાં આવે છ ત્યારે જ નહીં પરંતુ, લાંબા સમય સુધી છોડના વિકાસમાં મોટો ભાગ ભજવે છે. નીમ કેકમાંથી પોષક તત્વો સમયાંતરે મુક્ત થતાં રહે છે અને પાકને પોષણ મળતું રહે છે.
- કડવો લીમડો પર્યાવરણના ઉત્તમ રક્ષક તરીકે ઉપયોગી.
- લીમડાના તેલમાં એઝાડીરેક્ટીન, નીમ્બીન, નીમ્બીડીન, સેલેનીન, મેલીઓન્ટ્રીઓલ જેવા 100થી વધુ સક્રિય ઘટકો હોય છે.
- 200 કરતાં વધારે નુકશાનકારક જીવાત સામે રક્ષણ આપે છે.
- લીમડાના ઝાડની છાલ, બીજ, બીજની છાલ અને પાંદડા ઘણા સંયોજનો ધરાવે છે. જે એન્ટિસેપ્ટિક, એન્ટિવાયરલ, એન્ટિપ્રાયરેટિક્સ, બળતરા વિરોધી અને એન્ટિફંગલ તરીકે કામ કરે છે.
- લીમડો છોડ માટે જરૂરી પોષક તત્લો આપે છે. લીંબોળી ખોળ (નીમ કેક) ભારે ધાતુ ન હોવાથી કૃષિમાં સલામત છે. બાયો ડીગ્રેડેબલ હોવાથી વિવિધ ખાતર સાથે ઉપયોગ શક્ય પોષક તત્વો ધીમે ધીમે મુક્ત થતાં સમયાંતરે પાકને પોષણ મળતું રહે છે. આ રીતે પાકની સતત વૃદ્ધિ નિશ્ચિત થાય છે.
પ્રાકૃતિક ખેતી અંગે ગાંધીજી શું કહેતા
માટીને ઉંચી નીચી કરવાનું ભૂલી જાવ. ખેતરને ખોદવાનું ભૂલી જાવ. એક રીતે કહીએ તો આ બધુ પોતાને જ ભૂલી જવા જેવું છે. મને સંતોષ છે કે વિતેલા થોડા વર્ષોમાં દેશના અનેક રાજ્યોમાં સુધારા થઈ રહ્યા છે. નજીકના વર્ષોમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે અને એમાંથી કેટલાક તો સ્ટાર્ટઅપ્સ છે. તેમાં ખેડૂતોને તાલિમ પણ આપવામાં આવે છે અને ખેતીમાં આગળ ધપવા માટે મદદ પણ કરવામાં આવી રહી છે.
શું આપ જાણો છો કે લીમડાથી બનતું કાર્બનિક ખાતર એટલે કે નીમ કેક જ્યારે પાકમાં નાંખો છો ત્યારે જ નહીં પરંતુ, લાંબા સમય સુધી છોડના વિકાસમાં મોટો ભાગ ભજવે છે ? નીમ કેકમાંથી પોષક તત્વો સમયાંતરે મુક્ત થતાં રહે છે અને પાકને પોષણ મળતું રહે છે. pic.twitter.com/FHQ6d1x7V3
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) February 14, 2022