શોધખોળ કરો

PM Kisan Samman Nidhi Yojna: આ તારીખ બાદ ખેડૂતોના ખાતામાં જમા થશે પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તો, સરકારનો છે આ પ્લાન

PM Kisan Samman Nidhi Yojna: હવે જે રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ કેન્દ્ર સરકાર 17 ઓક્ટોબર પછી ખેડૂતોના ખાતામાં યોજનાના 12મા હપ્તાના પૈસા આપવાનું શરૂ કરશે.

PM Kisan Samman Nidhi Yojna, 12th Instalment: PM કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં પહોંચ્યો નથી. ખેડૂતો આ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોને આશા છે કે ટૂંક સમયમાં ખાતામાં હપ્તો આવી જશે. રિપોર્ટ અનુસાર 17 ઓક્ટોબર પછી ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો આવવાની આશા છે. હપ્તા અંગે સરકારની આગામી યોજના શું છે? આના પર વાત કરીએ.

એવી પૂરી સંભાવના છે કે સરકાર દિવાળી પહેલા પીએમ કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો બહાર પાડશે. જો કે, કોઈ નિશ્ચિત સમય આપવામાં આવ્યો નથી. હવે જે રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ કેન્દ્ર સરકાર 17 ઓક્ટોબર પછી ખેડૂતોના ખાતામાં યોજનાના 12મા હપ્તાના પૈસા આપવાનું શરૂ કરશે.

ગયા વર્ષે સમયસર આવ્યા હતા, આ વખતે મળ્યા નથી

વડાપ્રધાન કિસાન સન્માન નિધિનો છેલ્લો હપ્તો 9 ઓગસ્ટના રોજ આવ્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બર વીતી ગયો, પરંતુ 12મો હપ્તો મળ્યો નથી. ખેડૂત પરેશાન છે. જો કે, સરકારી અધિકારીઓનું કહેવું છે કે સ્કીમમાં આવતી ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને જ eKYC ફરજિયાત કરવામાં આવ્યું છે. ખેડૂતો હજુ પણ પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને ઈ-કેવાયસી કરાવી શકે છે. ઇકેવાયસી થયા પછી, સરકાર તેના સ્તરેથી ચકાસણી કરશે અને હપ્તો ફરીથી ખેડૂતના ખાતામાં પહોંચવાનું શરૂ કરશે. વેરિફિકેશનને કારણે હપ્તામાં થોડો વિલંબ થયો છે. જો કે આ માટે વેબસાઈટ પર જરૂરી ઔપચારિકતાઓ છે, તે પૂર્ણ કરવી પડશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હેતુ ગરીબ ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ફોર્મેટમાં ખેડૂતની આવક, સંપત્તિ વગેરેની વિગતો ભરવામાં આવે છે. ખેડૂતના બેંક ખાતા અને અન્ય માહિતી કૃષિ વિભાગમાં આપવામાં આવે છે. વેરિફિકેશન પૂર્ણ થવા પર, ખેડૂતના ખાતામાં વર્ષમાં ત્રણ વખત (4 મહિનામાં એકવાર) 2 હજાર રૂપિયા આવે છે.

 પીએમ કિસાન યોજનામાં આ રીતે કરો KYC

  • PM કિસાન સન્માન નિધિ યોજનામાં KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ gov.in પર ક્લિક કરો.
  • અહીં તમે આ પોર્ટલના Home Page પર ક્લિક કરો.
  • અહીં તમારી સામે એક ટેબ ખુલશે જેમાં તમને આધારની માહિતી પૂછવામાં આવશે.
  • અહીં આધાર નંબર દાખલ કરો.
  • આ પછી તમે Searchદબાવો. અહીં તમારો આધાર લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો વિકલ્પ ખુલશે.
  • નંબર દાખલ કર્યા પછી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 4 અંકનો OTP આવશે.
  • ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન માટે તમારા મોબાઈલ નંબર પર ફરીથી 6 અંકનો OTP આવશે.
  • આ OTP દાખલ કરો.
  • તે પછી સબમિટ બટન દબાવો.
  • eKYC  યોગ્ય રીતે કરવામાં આવે તે પછી, તમને એક સંદેશ મળશે કે ઇ-કેવાયસી યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. બીજી તરફ, જો KYC પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ હોય, તો eKYC is already done એવો મેસેજ આવશે.
  • જો ઇનવેલિડનો મેસેજ આવી રહ્યો હોય તો આવી સ્થિતિમાં તમારા આધારની કોઈપણ માહિતી ખોટી છે.
  • સૌપ્રથમ તેને આધાર કેન્દ્રમાં સુધારી લો અને તે પછી તમે ફરીથી આખી પ્રક્રિયા કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ઈ-કેવાયસી કર્યા પછી, 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં સરળતાથી ટ્રાન્સફર થઈ જશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ખરીફ સિઝનનું 85% વાવેતર પૂર્ણ: 21 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસની વાવણી
ગુજરાતમાં ખરીફ સિઝનનું 85% વાવેતર પૂર્ણ: 21 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસની વાવણી
15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ
15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ
Vegetables Farming: ઓગસ્ટમાં કરો આ ત્રણ શાકભાજીની ખેતી, થશે જબરદસ્ત કમાણી
Vegetables Farming: ઓગસ્ટમાં કરો આ ત્રણ શાકભાજીની ખેતી, થશે જબરદસ્ત કમાણી
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Embed widget