PM Kisan Scheme: ખેડૂતો માટે મોટા સમાચાર ! અઠવાડિયામાં મળી શકે છે 2000 રૂપિયાનો 12મો હપ્તો, નોંધી લો તારીખ
Agriculture News: PM કિસાન યોજના હેઠળ, 6,000 રૂપિયા લાભાર્થી ખેડૂતોને બેંક ખાતામાં બે હજારના હપ્તામાં વર્ષમાં ત્રણ વખત ટ્રાન્સફર કરવામાં આવે છે.
![PM Kisan Scheme: ખેડૂતો માટે મોટા સમાચાર ! અઠવાડિયામાં મળી શકે છે 2000 રૂપિયાનો 12મો હપ્તો, નોંધી લો તારીખ PM Kisan Scheme: Farmers can get 12th installment of Rs 2000 may be next week PM Kisan Scheme: ખેડૂતો માટે મોટા સમાચાર ! અઠવાડિયામાં મળી શકે છે 2000 રૂપિયાનો 12મો હપ્તો, નોંધી લો તારીખ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/fda8c1059dcb74a3b02f67835e92297d1661926534209455_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Kisan 12th Installment Date 2022 Status: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આજે દેશના કરોડો ખેડૂતોની મસીહા બની છે. PM કિસાન યોજના હેઠળ, 6,000 રૂપિયા લાભાર્થી ખેડૂતોને બેંક ખાતામાં બે હજારના હપ્તામાં વર્ષમાં ત્રણ વખત ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ખેડૂતોને 12મા હપ્તાનો લાભ પણ મળી શકશે.
રિપોર્ટ્સનું માનીએ તો હવે 12મા હપ્તાની રાહ પૂરી થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PM કિસાનનો 12મો હપ્તો 5મી સપ્ટેમ્બર એટલે કે સોમવાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થવાની આશા છે.
ખેડૂતો માટે સારા સમાચાર
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મીડિયા સાથેની વાતચીત દરમિયાન મુખ્ય સચિવ ડૉ.અરુણ કુમાર મહેતાએ આ સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે આ યોજના સાથે સંકળાયેલા લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં 12મો હપ્તો 5મી સપ્ટેમ્બર સુધીમાં ટ્રાન્સફર થવાની અપેક્ષા છે. મુખ્ય સચિવે એ પણ માહિતી આપી હતી કે 12મા હપ્તાના પૈસા ફક્ત તે ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેમણે KYC પ્રક્રિયા પૂર્ણ કરી છે.
70 લાખ ખેડૂતોને 12મો હપ્તો નહીં મળે
પીએમ કિસાન યોજના હેઠળ, જે ખેડૂતોએ તેમના બેંક ખાતાને આધાર એટલે કે કેવાયસી સાથે લિંક કરાવ્યા નથી, આવા ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકાર દ્વારા KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ 31 ઓગસ્ટ સુધી જ હતી, પરંતુ ઘણા ખેડૂતોએ તેમના બેંક એકાઉન્ટ અને આધાર લિંક કરાવ્યા નથી, જેના કારણે 12મો હપ્તો મેળવવામાં મુશ્કેલી આવી શકે છે.
આ ઉપરાંત KYCની પ્રક્રિયા પછી, ઘણા બિન-લાભાર્થી અને અયોગ્ય ખેડૂતોને પણ 12મા હપ્તાનો લાભ નહીં મળે. આ રીતે, બિન-લાભાર્થીઓનો આ આંકડો 70 લાખ સુધી પહોંચી ગયો છે. ટૂંક સમયમાં સરકાર અયોગ્ય ખેડૂતોની યાદી બહાર પાડી શકે છે.
આ રીતે કરો KYC
- પીએમ કિસાન યોજના હેઠળ ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, વ્યક્તિએ સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લેવી પડશે.
- એકવાર પોર્ટલ ખુલ્યા પછી, હોમ પેજ પરના વિકલ્પ 'e-KYC' પર ક્લિક કરો.
- હવે લાભાર્થી ખેડૂતે પોતાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.
- તે પછી સાચો કેપ્ચા કોડ દાખલ કરો અને શોધ વિકલ્પ પર ક્લિક કરો.
- આગળના પગલામાં, PM કિસાન યોજનામાં નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરો.
- હવે ખેડૂતના મોબાઈલ પર OTP આવશે, જે ખાલી જગ્યા ભરીને OK કરવાનું રહેશે.
- આ રીતે, પીએમ કિસાનના લાભાર્થીઓ ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરીને તેમની પાત્રતા ચાલુ રાખી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)