શોધખોળ કરો

PM Kisan Yojana: પીએમ કિસાન યોજનામાં નવા ખેડૂતો કેવી રીતે કરી શકે રજિસ્ટ્રેશન? આ છે પાંચ સરળ સ્ટેપ

PM Kisan Yojana:એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂન મહિનામાં ખેડૂતોને 17મા હપ્તાની રકમ આપવામાં આવી શકે છે

PM Kisan Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં ખેડૂતોને તેમના પાકના નુકસાન માટે આર્થિક સહાય અને વળતર આપવામાં આવે છે. આવી જ એક યોજનાનું નામ છે PM કિસાન યોજના, જેના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. થોડા અઠવાડિયા પહેલા જ પીએમ મોદીએ યોજના હેઠળ 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરાવ્યા હતા. આ યોજનાનો લાભ લેનારા ખેડૂતોની સંખ્યા દર વર્ષે સતત વધી રહી છે, આવી સ્થિતિમાં, જો તમે પણ નવા ખેડૂત છો અને હજુ સુધી આ યોજના માટે અરજી કરી નથી, તો આજે અમે તમને પાંચ સરળ સ્ટેપ જણાવીશું.

પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના કુલ 16 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂન મહિનામાં ખેડૂતોને 17મા હપ્તાની રકમ આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં તમે તરત જ યોજનામાં નોંધણી કરાવી શકો છો, જેથી તમને આવનારા હપ્તાનો લાભ મળી શકે.

-સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે, અહીં તમારે Farmers Corner વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

-અહીં તમને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન જોવા મળશે, જે તમારે તમારો આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરીને પસંદ કરવાનું રહેશે.

-મોબાઇલ નંબર દાખલ કર્યા પછી તમારે રાજ્ય પસંદ કરવું પડશે અને પછી તમારા ફોન પર એક OTP આવશે. OTP દાખલ કરી પ્રોસેસ્ડ ફોર રજિસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરો.

-અહીં તમને અનેક પ્રકારની માહિતી પૂછવામાં આવશે, તેને ભર્યા બાદ તમારે આધાર ઓથેન્ટિકેશન બટન પર ક્લિક કરવાનું રહેશે.

-આ પછી અંતે તમારે ફાર્મ સંબંધિત તમામ માહિતી અને દસ્તાવેજો અપલોડ કરવા પડશે. આ પછી તમને એક રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે તેવો એક મેસેજ મળશે.  આ રીતે તમે કિસાન યોજનામાં રજિસ્ટ્રેશન કરાવી શકશો.                                                     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય

Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી

પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું

ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ

નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ

Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો

શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના

Embed widget