Fertilizer : કરોડો ખેડૂતો માટે સારા સમાચાર, મોદી સરકાર આપી શકે છે ખાતરની ભેટ
સરકારે મોટા પ્રમાણમાં દેશમાંથી ખાતરની નિકાશ કરી છે. નિકાસ કરવામાં આવેલા આ ખાતરમાં ડીએપી ખાતરની માત્ર ખાસ્સી વધારે છે. જ્યારે યૂરિયા ખાતરનો ઉપયોગ પણ દેશ અને દેશની બહાર મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે.
Fertilzer Uses: કૃષિપ્રધાન દેશ તરીકેની ઓળખ ધરાવતા ભારતમાં યુરિયા ખાતરની મોંકાણ મંડાતી રહે છે. હવે ખેડૂતોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા કેન્દ્રની મોદી સરકારે તજવીજ હાથ ધરી દીધી છે. ખાતરની વિદેશોમાં થતી નિકાસ અને દેશના ખેડૂતોની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ફુલપ્રુફ પ્લાન તૈયાર કરી લીધો છે.
કેન્દ્ર સરકારે મોટા પ્રમાણમાં દેશમાંથી ખાતરની નિકાશ કરી છે. નિકાસ કરવામાં આવેલા આ ખાતરમાં ડીએપી ખાતરની માત્ર ખાસ્સી વધારે છે. જ્યારે યૂરિયા ખાતરનો ઉપયોગ પણ દેશ અને દેશની બહાર મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે.
રવિ સિઝન માટે 180 લાખ ટન યુરિયાનો અંદાજિત વપરાશ
દેશમાં રવિ સિઝન ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2022ની રવિ સિઝન માટે યુરિયાનો વપરાશ 180.18 લાખ ટન રહી શકે છે. 16 નવેમ્બર સુધી ખાતરની જરૂરિયાત 57.40 લાખ ટન હતી જે હવે વધીન 92.54 લાખ ટન થાય તેવો અંદાજ છે. યુરિયાના વેચાણનો આંકડો 38.43 લાખ ટન રહ્યો છે. અહેવાલ પ્રમાણે વિવિધ રાજ્યોમાં લગભગ 54 લાખ ટન યુરિયાનો જથ્થો બચેલો છે. યુરિયા પ્લાન્ટમાં 1.05 લાખ ટન અને જુદા જુદા બંદરો પર 5.03 લાખ ટનનો સ્ટોક હાજર છે.
ઉત્પાદન વધારવા પર કેન્દ્ર સરકારનો ભાર
દેશમાં ખાતરનું ઉત્પાદન ઘટ્યું છે. એટલા માટે કેન્દ્ર સરકાર ખાતરનું ઉત્પાદન વધારવા પર ભાર આપી રહી છે. ઓક્ટોબર મહિનામાં ખાતરનું સ્થાનિક ઉત્પાદન 36.19 લાખ ટન રહ્યું હતું, જ્યારે આ મહિના માટે 41.54 લાખ ટનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. તે લક્ષ્યાંક કરતાં 5 લાખ ટન ઓછું છે. ઓછા લક્ષ્યાંકને જોઈને કેન્દ્ર સરકાર થોડી ચિંતિત બની હતી. જો કે સ્થિતિ ટૂંક સમયમાં સુધરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઓક્ટોબરમાં ખાતરની ઉપલબ્ધતા 64.28 લાખ ટન છે તો તેની સામે ખાતરની માંગ 71.47 લાખ ટન છે. વેચાણની સ્થિતિ પર નજર કરીએ તો 53.34 લાખ ટન ખાતરનું વેચાણ થયું છે.
23.5 લાખ ટન ખાતરની નિકાસ
ભારતે વિદેશોમાં પણ ખાતરની પુષ્કળ નિકાસ કરી છે. આ વર્ષે ઓક્ટોબરમાં યુરિયા અને ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) સહિત 23.5 લાખ ટન ખાતરની નિકાસ કરવામાં આવી છે. ભારત દ્વારા થતી નિકાસમાં ડીએપી ખાતરની હિસ્સેદારી સૌથી વધારે છે. સૌથી વધુ 14.70 લાખ ટન ડીએપીની નિકાસ કરવામાં આવી છે જ્યારે 4.60 લાખ ટન યુરિયા, 2.36 લાખ ટન મ્યુરિએટ ઓફ પોટાશ (એમઓપી) અને 1.70 લાખ ટન કોમ્પ્લેક્સની નિકાસ કરવામાં આવી છે.