આ અંગેની વિગતો એવી છે કે, 19 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) માતા-પિતાના ડિવોર્સ થયા પછી પિતા સાથે સાણંદના નાનીદેવતી ગામે રહે છે. જ્યારે તેની માતાએ બીજા લગ્ન કરી લીધા છે અને તે પોતાના બીજા પતિ સાથે શ્રેયસ ટેકરા પાસે રહે છે.
2/6
યુવતીની ફરિયાદને આધારે હાલ સાવકા બાપની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, મદદગારી કરનાર માતાની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઇ છે. એક વર્ષ સુધી પિતાની હવસનો શિકાર બન્યા પછી ત્રાસ અસહ્ય થતાં યુવતી આજે સેટેલાઇટ પોલીસ સ્ટેશન પહોંચી હતી. સેટેલાઇટ પોલીસ હવે યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવશે.
3/6
દરમિયાન નવેમ્બર 2017માં પ્રિયા દિવાળીનું વેકેશન કરવા માટે માતા પાસે આવી હતી. અહીં તેનો સાવકો પિતા પત્નીની હાજરીમાં જ દીકરી સાથે અડપલા કરતો હતો. જોકે, આ સમયે પત્નીએ દીકરી સાથે આવું ન કરવા જણાવ્યું હતું. પરંતુ તેનો સાવકો બાપ અટક્યો નહોતો અને પોતાની હરકતો ચાલું રાખી હતી.
4/6
હવે 19 વર્ષીય યુવતીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં સાવકા પિતા દ્વારા છેલ્લા એક વર્ષથી બળાત્કાર ગુજારાતો હોવાની ફરિયાદ કરી છે. આ બળાત્કારમાં તેની માતાએ પણ મદદગારી કરી હોવાની ફરિયાદ યુવતીએ કરી છે. ત્યારે તેના પિતા પર ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે.
5/6
દેવદિવાળીના વેકેશન દરમિયાન તેના સાવકા બાપે પરાણે શારીરિક સંબંધો પણ બાંધવાના શરૂ કરી દીધા હતા. જેને કારણે પ્રિયા ગર્ભવતી થઈ ગઈ હતી. આ પછી તેણે બાળકને જન્મ આપ્યો હતો. જોકે, તેણે ઓછા મહિને બાળકને જન્મ આપ્યો હોવાથી તેનું મોત થયું હતું.
6/6
અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં દીકરી પર સાવકા બાપ દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સાવકા બાપે બળાત્કાર ગુજારતા દીકરી ગર્ભવતી બની હતી અને બાળકને જન્મ આપ્યો હતો. જોકે, ઓછા મહિને જન્મેલા બાળકનું મોત થયું હતું.