NSUIએ પોલીસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા બાદ આવેદન પાઠવ્યું હતું જેમાં 24 કલાકમાં જ આ લલનાઓની ધરપકડ કરવા જણાવ્યું હતું. NSUIના હોબાળા અને 24 કલાકના અસ્ટીમેટમ બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. પોલીસે ત્વરીત પગલાના ભાગ રૂપે નારોલથી નરોડા વચ્ચે રસ્તા પર ઉભી રહેતી રૂપલલનાઓની ધરપકડ કરી હતી.
4/6
સ્થાનિકોનો આક્ષેપ હતો કે, જાહેરમાં થતાં ગંદા ઈશારાને કારણે તેઓ શોભનીય સ્થિતિમાં મૂકાઇ જાય છે. આ અંગે નારોલ પોલીસમાં અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. જેથી સ્થાનિકો અને વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે NSUIના કાર્યકર્તાઓએ રામોલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં નારા લગાવ્યા હતા.
5/6
છેલ્લા ઘણા સમયથી નારોલથી નરોડા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતાં કુટણખાનાને લઈને સમાન્ય લોકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ હતો કે જાહેરમાં રૂપલલના અભદ્ર ઈશારા અને ઘણીવાર શાબ્દિક ઈશારાઓ કરે છે. એટલું જ નહીં સીટીએમ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર બસની રાહ જોતા વિદ્યાર્થીઓ, ડેઈલી અપ-ડાઉન કરતાં પુરુષોને પણ ઈશારા કરે છે. જેના કારણે સ્થાનિકો પરેશાન થઇ ગયાની ફરિયાદ ઉઠવા પામી હતી.
6/6
અમદાવાદના નારોલથી નરોડા વિસ્તારમાં ચાલતા કૂટણખાનાને લઈને સમાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સીટીએમ બરોડા એક્સપ્રેસ હાઈવે પર બસની રાહ જોતાં વિદ્યાર્થીઓ અને નોકરી કરતાં પુરુષોને રૂપલલનાઓ શાબ્દિક છેડતી કરે છે. જેને લઈને લોકો ક્ષોભ અનુભવે છે. આ ઘટનાઓને અટકાવવા માટે રામોલ પોલીસમાં આ અંગે વારંવાર રજુઆતો કરવામા આવી હતી. તેમ છતાં કોઈ નિરાકરણના આવતા એનએસયુઆઈના કાર્યકરોએ રામોલ પોલીસ સ્ટેશન સામે સૂત્રોચ્ચાર કર્યાં હતા અને 24 કલાકનું અલ્ટીમેટ આપ્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 5થી વધુ જેટલી રૂપલલનાઓની અટકાયત કરી હતી.