થાણે ક્રાઇમ બ્રાંચની ટીમ અમદાવાદ દરોડા પાડવા આવી રહી છે, તેવી ગંધ સાગર ઠક્કરને આવી જતાં તે તેના સાગરીતોને લઇને દુબઇ ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આ રેકેટમાં કેટલાક ટોચના પોલીસ અધિકારીઓની સંડોવણીની પણ શક્યતા તપાસ કરનારી ટીમે દર્શાવી છે.
2/5
અમદાવાદઃ દેશના સૌથી મોટા એવા 500 કરોડ રૂપિયાના કોલ સેન્ટર રેકેટનો માસ્ટર માઇન્ડ એવો અમદાવાદનો 24 વર્ષીય સાગર ઠક્કર ઉર્ફે શેગી તેના સાગરીતો સાથે દુબઇ ફરાર થઇ ગયો હોવાનું થાણે ક્રાઇમ બ્રાંચ માની રહી છે. પોલીસની ટીમે સાગર ઠક્કરના વેજલપુરમાં આવેલા શ્રી નંદેશ્વર ફલેટમાં દરોડા પાડ્યા હતા પણ તે હાથ લાગ્યો નથી.
3/5
આ કૌભાંડના સંદર્ભમાં થાણે ક્રાઇમ બ્રાંચના યુનિટ 1ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ સોમવારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી પિનેકલ બિઝનેસ પાર્કમાં ચાલતા પાંચ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા પણ કંઈ ના મળતાં ઓફિસ સીલ કરી હતી.
4/5
અમદાવાદથી ઓપરેટ થતા આ રેકેટમાં થાણે ક્રાઇમ બ્રાંચની તપાસના દાયરામાં ગુજરાત પોલીસ પણ આવી શકે તેમ છે. રાજ્યના કેટલાક આઇપીએસ ઓફિસરોની રહેમનજર હેઠળ સાગર ઠક્કર કોલ સેન્ટર્સ ચાલવતો અને ખંડણી ઉઘરાવવાના કારોબાર તેમના આશિર્વાદથી ચલાવતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
5/5
મુંબઇના મીરાં રોડ પર ચાલતાં કોલ સેન્ટરો દ્વારા સાગર ઠક્કરના માણસો અમેરિકનોને ભારતમાં બેઠાં બેઠાં ઇન્ટર્નલ રેવન્યુ સર્વિસ વિભાગના અધિકારીઓના નામે ધમકી આપતા હતા. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે એકલા રહેતા વૃધ્ધોને ટાર્ગેટ બનાવાતા હતા અને ખંખેરવામાં આવતા.