ગોપાલક વિકાસ નિગમે 2002-03 થી 2017-18ના વર્ષ સુધીમાં માલધારી સમાજના 6377 લાભાર્થી સહિત 7340 લાભાર્થીઓને કુલ 43.65 કરોડની સહાય ધિરાણ આપી છે તેની સફળતા તેમણે વર્ણવી હતી.
2/7
સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે કહ્યું હતું કે, રાજ્ય સરકારના 9 કરોડ તેમજ રાષ્ટ્રિય નિગમના 8 કરોડ મળી કુલ 17 કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવેલું છે.
3/7
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માલધારી વસાહતોમાં પશુઓ માટેના શેડ-પાણીની વ્યવસ્થા, વીજળી તેમજ માલધારીઓને રહેવા નાના રહેઠાણ જેવી માળખાકીય સવલતો માટે પણ રાજ્ય સરકાર મદદ કરશે. મુખ્યમંત્રીએ બહુધા પશુપાલન-દૂધ ઉત્પાદન વ્યવસાયમાં સંકળાયેલા માલધારી-રબારી- ભરવાડ સમાજના યુવાનો-માતા- બહેનોને પશુઉછેરની અદ્યતન સુવિધા આપી સ્વરોજગાર તરફ પ્રેરિત કરવા પશુ ફાર્મની સ્થાપના માટે રાજ્ય સરકારની સહાયની ભૂમિકા આપી હતી.
4/7
મુખ્યમંત્રીએ આગામી ચોમાસા પહેલાં રાજ્યમાં 1 થી 31 મે દરમિયાન સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં તળાવો ઊંડા કરવા, નહેરો-નદીઓની સફાઈ, નદી કિનારે વૃક્ષારોપણ જેવા કામો મોટા પાયે ઉપાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
5/7
વધુમાં વિજય રૂપાણીએ કહ્યું હતં કે, આવાં એક ફાર્મ દીઠ 3 લાખ રૂપિયા સુધીની સહાય અપાશે, તેમજ કુલ 5,000 પશુ ફાર્મની સ્થાપનાના લક્ષ્યાંક સાથે આ વર્ષના બજેટમાં રૂપિયા 140 કરોડનું પ્રાવધાન કર્યુ છે. રૂપાણીએ પશુપાલકોને પાણીના અભાવે પોતાના પશુધન સાથે કયાંય હિજરત કરવી ન પડે તે હેતુસર રાજ્ય સરકારે પાણીનું અસરકારક વ્યવસ્થાપન કર્યુ છે તેમ કહ્યું હતું.
6/7
ગુજરાતના 8 મહાનગરોમાં વર્ષોથી પોતાના ઢોર-ઢાંખર પશુઓ સાથે વસવાટ કરતાં માલધારી સમાજના લોકો માટે મહાનગરથી 15-20 કિ.મી. દૂર માલધારી વસાહતોના નિર્માણ માટે મહાપાલિકાઓને રાજ્ય સરકાર ટોકન દરે જમીન ફાળવશે.
7/7
ગાંધીનગર: ગુજરાત સરકારે માલધારી સમાજ માટે બહુ મોટો નિર્ણય લીધો છે જેમાં ગાંધીનગરમાં ગુજરાત ગોપાલક વિકાસ નિગમના ઉપક્રમે માલધારી, રબારી-ભરવાડ કોમના 513 જેટલા લાભાર્થીઓને પશુસહાય સહિત વિવિધ યોજનાઓ અન્વયે રૂપિયા 6 કરોડ 77 લાખના ધિરાણ- સહાય ચેક મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.