આમ, છેલ્લા ત્રણ વર્ષથી પીડિતા અને મેહુલ વચ્ચે પ્રેમસંબંધ હતા. દરમિયાન યુવતીએ લગ્નનું કહેતા યુવકે લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. ત્યારે એરહોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીએ પ્રેમીએ પ્રેમમાં દગ્ગો કરતાં નિકોલ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2/4
સંબંધ આગળ વધતાં મેહુલે પત્નીને છૂટાછેડા આપીને તેની સાથે લગ્ન કરવાનું જણાવ્યું હતું. આમ, કામિનીનો વિશ્વાસ જીતી મેહુલ તેને ફરવાને બહાને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને અહીં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંદ્યા હતા.
3/4
આ અંગેની વિગતો એવી છે કે, નિકોલમાં રહેતી કામિની(નામ બદલ્યું છે)એ એરહોસ્ટેસ તરીકને અભ્યાસ કર્યો છે. કામિની 11માં ધોરણમાં હતી, ત્યારે આ જ વિસ્તારમાં રહેતા મેહુલ પટેલના સંપર્કમાં આવી હતી. તેમજ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.
4/4
અમદાવાદઃ શહેરના નિકોલમાં રહેતી યુવતીને પરણીત યુવક સાથે પ્રેમસંબંધ બાંધવા ભારે પડી ગયા છે. યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંદ્યા હતા. જોકે, હવે યુવકે લગ્ન માટે ઇનકાર કરી દેતાં યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરી છે.