અમદાવાદઃ ભાજપે અમદાવાદમાં મેયર અને ડેપ્યુટી મેયરના નામની આજે જાહેરાત કરી હતી. મેયરપદે બિજલ પટેલ અને ડેપ્યુટી મેયરપદે ભાજપે દિનેશ મકવાણાની પસંદગી કરી છે. અમદાવાદમાં આ વખતે મેયરપદ મહિલા માટે અનામત હોવાથી ભાજપે પાટીદાર યુવતીની પસંદગી કરી છે.
2/6
ભાજપે અમદાવાદ મહાનગરપાલિકાના દંડક તરીકે રાજુભાઈ ઠાકોરની વરણી કરી છે. આમ ભાજપે પાંચ મહત્વના હોદ્દા પર જ્ઞાતિવાદી સમીકરણોને ધ્યાનમાં રાખીને ત્રણ સવર્ણ, એક દલિત અને એક અન્ય પછાત વર્ગ (ઓબીસી) નેતાની વરણી કરી છે. ભાજપના ઉપપ્રમુખ આઈ.કે. જાડેજાઓ આ જાહેરાત કરી હતી.
3/6
4/6
5/6
બીજી તરફ ડેપ્યુટી મેયરપદે યુવા દલિત નેતા દિનેશ મકવાણાને પસંદ કરાયા છે. ભાજપે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના મહત્વના હોદ્દા પર અમૂલભાઈ ભટ્ટની જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઈ શાહની વરણી કરી છે. અમિતભાઈ શાહ અમદાવાદના ભૂતપૂર્વ મેયર છે અને ભાજપના વરિષ્ઠ નેતાઓમાં એક છે.